ફતેપુરા સહિત રાજ્યના 33 શ્રેષ્ઠ શિક્ષકને પરમ પૂજ્ય મોરારિબાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ અર્પણ કરાયો, તલગાજરડા( ભાવનગર) ખાતે કાર્યક્રમ યોજાયો.
સુખસર તા.15
ભાવનગરના તલગાજરડા ખાતે 15 જાન્યુઆરીએ પરમ પૂજ્ય મોરારિબાપુના હસ્તે ચિત્રકુટ પારિતોષિક સન્માનિત કાર્યક્રમ યોજાયો હતો ફતેપુરા કન્યા શાળાના શિક્ષક ને ચિત્રકૂટ એવોર્ડ અને 25 હજારનું પ્રોત્સાહિત ઇનામ અર્પણ કરાયું હતું કાર્યક્રમમાં તાલુકા સહિત રાજ્યના મોટી સંખ્યામાં શિક્ષકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
15 જાન્યુઆરી બુધવારના રોજ ભાવનગરના તલગાજરડા ખાતે પરમ પૂજ્ય મોરારિબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફતેપુરા તાલુકાના સરકારી કન્યા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક દિનેશભાઈ પટેલ ને પરમ પૂજ્ય મોરારીબાપુ ના હસ્તે શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા તેમજ ફતેપુરાના સુખસર ના વતની અને ભાવનગરના નાયબ કલેકટર પંકજ વળવાઇ ના હસ્તે ચિત્રકુટ એવોર્ડ અર્પણ કરાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય શિક્ષણ સંઘના પ્રમુખ મહામંત્રી સિનિયર મંત્રી રમેશભાઈ મછાર સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા શિક્ષક જગત માં આનંદની લાગણી જોવા મળી હતી. રાજ્યના 33 જિલ્લાના 33 શિક્ષકોને ચિત્રકુટ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. પરમ પૂજ્ય મોરારી બાપુના તરફથી તમામ શ્રેષ્ઠ શિક્ષકોને 8.25 લાખની રકમ પ્રોત્સાહક ઇનામ સ્વરૂપે અપાઇ હતી.