Thursday, 21/11/2024
Dark Mode

20 નવેમ્બરથી રાજ્યની ૧૬ ચેકપોસ્ટ નાબુદ કરવાના રૂપાણી સરકારનો નિર્ણય: દાહોદ અને ઝાલોદ આરટીઓ ચેકપોસ્ટ પણ બંધ થશે

20 નવેમ્બરથી રાજ્યની ૧૬ ચેકપોસ્ટ નાબુદ કરવાના રૂપાણી સરકારનો નિર્ણય: દાહોદ અને ઝાલોદ આરટીઓ ચેકપોસ્ટ પણ બંધ થશે

આગામી 20 નવેમ્બરથી રાજ્યની ૧૬ ચેકપોસ્ટ નાબુદ કરવાના રૂપાણી સરકારના નિર્ણયમાં,દાહોદ અને ઝાલોદ આરટીઓ ચેકપોસ્ટ પણ બંધ થશે

દાહોદ તા.૧૪
વિજય રૂપાણી દ્વારા 20 નવેમ્બરથી રાજ્યની ૧૬ ચેકપોસ્ટ નાબુદ કરવાના નિર્ણય બાદ દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ બે આરટીઓ ચેકપોસ્ટનો પણ સમાવેશ થતાં દાહોદ જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લાવાસીઓની છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલ માંગણીઓનો આજે રૂપાણી સરકારના નિર્ણયમાં અંત આવ્યો હતો.
ગુજરાત સરકારે આજે રાજ્યમાં આવેલી તમામ ૧૬ ચેકપોસ્ટોને નાબુદ કરવાનો અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.આજે બપોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે.વાહનચાલકોને હવે લર્નીંગ લાયસન્સ કઢાવવા માટે આરટીઓ કચેરીએ જવાની જરૂર નહીં પડે. રાજ્યની 221 આઈટીઆઈ અને ૨૯ પોલિટેકનિકમાં આ સુવિધા ઉભી કરાઈ છે. ઓનલાઈનમાં ૭ સેવાઓનો ઉમેરો કરવામાં આવ્યો. ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લામાં આવેલ દાહોદ અને ઝાલોદની ધાવડીયા આરટીઓ ચેકપોસ્ટ પણ બંધ થનાર છે. આ સમાચાર વાયુવેગે દાહોદ શહેર સહિત જિલ્લામાં પ્રસરતા લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો.

error: Content is protected !!