દાહોદમાં ત્રીજો કોરોના પોઝીટીવનો કેસ નોંધાતા ખળભળાટ

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.14

દાહોદ શહેરમાં ગઈકાલે હેલ્થ કર્મચારીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો ત્યારે આરોગ્યવિભાગે આરોગ્ય વિભાગ દ્વારા મોકલેલા 36 સેમ્પલોમાંથી 23નો રિપોર્ટ આવ્યા હતા જે પૈકી 22 નેગેટિવ આવ્યો હતો અને એક હેલ્થ કર્મચારીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.અને 13 નો રિપોર્ટ બાકી હતો ત્યારે આજરોજ 13 ના રિપોર્ટ પૈકી 10 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. અને એક 27 વર્ષીય યુવકને શરદી ખાંસી, જેવા રોગમાં કોરોનાના સેમ્પલ કરતાં તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને 2 ના સેમ્પલો નો ફરી રિપોર્ટ માટે મોકલ્યું હોવાનું જાણવા મળેલ છે. 

આમ દાહોદ શહેરમાં કોરોના પોઝીટીવનો ત્રીજો કેસ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે વહીવટીતંત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અને કોરોના પોઝીટીવ આવેલા યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી સહીત અન્ય જાણકારીઓ લેવામાં જોતરાઈ ગયા છે.

Share This Article