Saturday, 23/11/2024
Dark Mode

પતિના ત્રાસથી વાજ આવેલી મહિલાએ બે બાળકો સાથે કુવામાં ઝપલાવ્યુ:માતા-પુત્રનો મોત, બાળકીનો બચાવ

પતિના ત્રાસથી વાજ આવેલી મહિલાએ બે બાળકો સાથે કુવામાં ઝપલાવ્યુ:માતા-પુત્રનો મોત, બાળકીનો બચાવ

જીગ્નેશ બારીયા,નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.13
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાભડા ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક મહિલાએ પોતાના બે બાળકો સાથે કૂવામાં ઝંપલાવતા ત્રણ પૈકી માતા અને પુત્રનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ વર્ષે પુત્રીને બચાવી લેવાઇ છે મહિલાને પોતાના પતિ દ્વારા પિયરમાં જવા ન દેતાના આક્ષેપો સાથે મહિલાએ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે જ્યારે આ સમગ્ર મામલે મહિલા ના ભાઈ દ્વારા પોતાના બનેવી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી પોતાની બહેનને બનેવી દ્વારા શારીરિક તેમ જ માનસિક ત્રાસ આપી મરી જવા દુષ્પ્રેરણા કરતા પોતાની બહેનને આ પગલુ ઉઠાવ્યું હોવાનું જણાવ્યું હતું.

લીમખેડા તાલુકાના માંડલી ગામે મંદિર ફળિયામાં રહેતી કૈલાસબેનના લગ્ન લીમખેડા તાલુકાના દાફડા ગામે બારીયા ફળિયામાં રહેતા રાજેશભાઈ દિલીપભાઈ બારીયા સાથે પાંચેક વર્ષ અગાઉ લગ્ન થયા હતા. ગત તારીખ 11 મી એપ્રિલના રોજ પોતાના બે બાળકો સાથે કૈલાસબેન રાજેશભાઈ બારીયા પોતાનો પતિ રાજેશભાઈ પિયરમાં જવા દેતો નથી એટલે હું મરી જવાની છું તેમ કહી કૈલાસબેને પોતાના બંને બાળકો એક શીતલ (ઉંમર વર્ષ ત્રણ) અને રવિન્દ્ર (ઉંમર વર્ષ દોઢ) એમ બંને બાળકોને લઈ ગામમાં આવેલ કુવામાં બન્ને બાળકો સાથે કૈલાસબેને ઝંપલાવી દીધું હતું. ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તેઓ તાબડતોડ કુવા તરફ દોડી ગયા હતા અને ત્રણ પૈકી શીતલબેન ને બચાવી બહાર કાઢી હતી જ્યારે કૈલાસબેન અને દોઢ વર્ષીય પુત્ર રવિન્દ્રનું કૂવાના ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં મોત નિપજ્યું હતું.આ સમગ્ર મામલે કૈલાસબેનના ભાઈ દિનેશભાઈ ગંભીરભાઈ પટેલે લીમખેડા પોલીસ મથકમાં આપેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પોતાનો બનેવી રાજેશભાઈ બારીયા દ્વારા પોતાની બહેન કૈલાસબેનને અવારનવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો અને બીજી બૈરી લાવવી છે તેમ કહી કૈલાશબેનને મરવા માટે મરી જવા દુષ્પ્રેરણા કરતો હતો માટે પોતાની બહેનને આ પગલુ ઉઠાવ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. આ સંબંધ લીમખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!