જીગ્નેશ બારીયા @ દાહોદ
દાહોદ તા.૧૩
દાહોદ શહેરને કોરોના ભરડામાં ધકેલનાર ઈન્દૌરથી દાહોદ ખાતે આવેલ દફનવિધિ માટે આવેલ ઈસમો પૈકી એક ૯ વર્ષીય બાળકીને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને આ દરમ્યાન વહીવટી સહિત આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું હતુ.ત્યારે સત્તાવાર જાણવા મળ્યા અનુસાર, કોરોનાગ્રસ્ત બાળકીના સંપર્કમાં આવેલ તમામને કોરેન્ટાઈન હેઠળ મોકલી દેવામાં આવ્યા હતા.અને આજરોજ આ પૈકી ૨૩ ના રિપોર્ટાે આવતાં એક સુપરવાઈઝરનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતાં દાહોદ શહેર સહિત જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે. આમ, હવે દાહોદમાં કોરોના પોઝીટીવની સંખ્યા ૨ થવા પામી છે.
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, મધ્યપ્રદેશના ઈન્દૌર ખાતેથી દાહોદ મુકામે દફન વિધિમાં સામેલ એક ૯ વર્ષીય બાળકીને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં આરોગ્ય તંત્ર દ્વારા આ પરિવારના સંપર્કમાં આવેલ તમામ લોકોને કોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા હતા ત્યારે આજરોજ ૨૩ વ્યક્તિઓના રિપોર્ટાે આવતાં જેમાં કોરોનાગ્રસ્ત બાળકીને જે તે સમયે સરકારી કોરેન્ટાઈનમાં રાખવામાં આવી હતી તે સ્થળે ફરજ બજાવી રહેલ એક હેલ્થ સુપરવાઈઝર (આરોગ્ય કર્મચારી,ઉ.વ.૪૫)નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાની ખબરો સાથે વહીવટી તંત્ર સહિત આરોગ્ય તંત્રમાં સ્તબ્ધતાના માહૌલ સાથે જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.