Friday, 28/03/2025
Dark Mode

ગરબાડામાં વડવામાં બે મકાનોમાં લાગી આગ: કચરો બાળતી વખતે લાગેલી આગમાં દોઢ લાખ રૂપિયાનું ઘરવખરીનો સમાન ખાખ

ગરબાડામાં વડવામાં બે મકાનોમાં લાગી આગ: કચરો બાળતી વખતે લાગેલી આગમાં દોઢ લાખ રૂપિયાનું ઘરવખરીનો સમાન ખાખ

વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તાલુકાના વડવામાં આગ લાગતા બે મકાન બળીને ખાખ, ઘરની પાસે પડેલ કચરો બાળતી વેળા વંટોળ આવતા બન્ને મકાનોમાં આગ લાગી હતી.અંદાજે દોઢ લાખ રૂપિયાનું નુકસાન

ગરબાડા તા.13

ગરબાડાના વડવા ગામે કચરો બાળતી વેળા એકા એક પવન સાથે વંટોળ આવતા બે મકાનો માં આગ લાગી હતી.જોકે સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.ઉપરોક્ત બનાવમાં તલાટી દ્વારા પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે મકાન માલિકને દોઢ લાખ રૂપિયા જેટલું નુકશાન થયું હોવાની જાણકારીઓ પ્રાપ્ત થઈ છે.

ગરબાડા તાલુકાના વડવા ગામે ગુડિયા ફળિયામાં રહેતા ચુનીયા નવલસિંહ તથા ચેનીયા નવલસિંગ ગુંડિયા સોમવારના રોજ બપોરના દોઢ થી બે વાગ્યાના અરસામાં પોતાના ઘરની પાસે નો કચરો બાવળ કાંટા ઘાસ સહિતનો કુટો બાળી રહ્યા હતા તે સમયે એકાએક જ પવન સાથે વંટોળ આવતા તે આગ ઊંચકાય ને વંટોળ સહિત બંને ઘરને ચપેટમાં લઈ લીધા હતા જોકે સદ્નસી આગ લાગવાની  આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હતી પરંતુ બંને ભાઈઓના ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો ગામમાં સરપંચ તેમજ આગેવાનો દ્વારા ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવી હતી પરંતુ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા ઘરવખરી બળી ગઈ હતી ઘટના સંદર્ભે સરપંચ સહિત તલાટી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટના નું પંચનામુ  કરવામાં આવ્યું હતું બંને ઘરોને થઈને દોઢ લાખ જેટલું નુકસાન થયું હોવાનું તલાટી દ્વારા જાણવા મળ્યું હતું

error: Content is protected !!