સીંગવડ તાલુકાના સીંગવડ ગામે આયુર્વેદિક ઉકાળો અપાયો સીંગવડ તાલુકાના સીંગવડ ગામે લીમડી આયુર્વેદિક ડોક્ટર તથા ડોક્ટર ઉમેશ શાહના સહયોગથી સીંગવડ ગામમાં સવારે ૯ વાગ્યાના અરસામાં રણધીકપુર પોલીસ સ્ટેશન સ્ટાફ તથા આમ નાગરિકોને આયુર્વેદિક ઉકાળો બનાવીને પીવડાવવામાં આવ્યો તથા આ આયુર્વેદિક ઉકાળા થી લોકોને શરદી ખાંસી વગેરે બીમારીઓના થાય અને કોરોના જેવી મહામારી બીમારીના સામે થોડુક સહારો મળી રહે તે માટે આયુર્વેદિક ડોક્ટરો દ્વારા આ ઉકાળાનું આયોજન કરીને સીંગવડ ના બજારમાં પીવડાવવામાં આવ્યું તથા લોકોને કોરોનાવાયરસ જેવી મહાન મારી બીમારી સામે કામ વગર ઘરની બહાર નહીં નીકળવા સૂચન કરવામાં આવ્યું.