Sunday, 24/11/2024
Dark Mode

દે. બારીયા: રેતી લીઝોને મંજૂરી મળતા નગરના રસ્તાઓ પુનઃધમધમ્યાં:રેડઝોનમાંથી આવતી ટ્રકોનું સ્ક્રીનિંગ અનિવાર્ય

દે. બારીયા: રેતી લીઝોને મંજૂરી મળતા નગરના રસ્તાઓ પુનઃધમધમ્યાં:રેડઝોનમાંથી આવતી ટ્રકોનું સ્ક્રીનિંગ અનિવાર્ય

 મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢબારીયા તાલુકામાં તેમજ છોટાઉદેપુર વિસ્તારની રેતીની લીઝોને મંજૂરી મળતા રેતીની ગાડીઓથી રસ્તાઓ ઘણ-ઘણી ઉઠ્યા,ગેરકાયદેસર રેતી ઉલેચવાતુ પણ મોટાપાયે ચાલુ,લોકડાઉન થતાં લીઝો બંધ થઇ હતી મંજૂરી મળતાં નગરમાં જાણે ઘણ ઘણી ઉઠ્યું હોઈ તેમ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દાહોદની અનેક ટ્રકો રેતી ભરવા આવે છે,કેટલાક રેડઝોનમાંથી આવતી ટ્રકોના કારણે કોરોના ના સંક્રમણ ફેલાવાની દહેશત.

દે.બારીયા 10

દેવગઢ બારિયા તાલુકાની તેમજ છોટાઉદપુરની લીઝોને તંત્ર દ્વારા મંજૂરી આપતા નગર જાણે ઘણઘણી ઉઠ્યું. રેડઝોનમાંથી આવતી ટ્રકોના કારણે સંક્રમણ ફેલાવાની દહેશત નગરમાં પ્રવેશતી રેતીની ટ્રકોને બંધ કરવા નગરજનો ની માંગ.ઉઠવા પામી છે.દેવગઢ બારિયા તાલુકામાં આવેલ રેતીની લીઝો તેમજ છોટાઉદેપુરમાં આવેલ લીઝો કોરોના ના વાઇરસના લઇ લોક ડાઉન થતાં લીઝો પણ બંધ કરી દેવાઈ હતી. અને દેવગઢબારીઆ નગરમાંથી રોજ ૩૦૦ થી ૫૦૦ જેટલી ટ્રકો આ રેતની વહનમાં ફરતી હતી જે લોક ડાઉન થતાં બંધ થઈ હતી. જેના કારણે નગરમાં જાણે રસ્તાઓ પણ સૂમસામ બન્યા હતા. અનેક એક શાંતિમય વાતાવરણ ઉભુ થવા પામ્યું હતું. ત્યારે હાલમાં બે દિવસ થી વહીવટી તંત્ર દ્વારા આ રેતીની લિઝોને મંજૂરી આપતા રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ગુજરાત રાજ્યની અનેક ટ્રકો ઓવર લોડ બેરોકટોક રેતી ભરીને નગરમાંથી પસાર થતા નગર જાણે ઘણઘણી ઉઠ્યો છે. ત્યારે આ નગરમાંથી રેતીની ટ્રકો પસાર થતા જે ટ્રકો કોરોના ના સંક્રમણ ફેલાયેલા અને રેડઝોન જાહેર થયેલા વિસ્તારમાંથી આવતી હોવાનું કહેવાય રહ્યું છે. જેના કારણે આ બેરોકટોક રેતી વહન કરતી ટ્રકોને નગરમાંથી પસાર થાય તો કોરોના ના સંક્રમણ ચાલકના કારણે કયાંક તાલુકામાં સંક્રમણ ફેલાવાની દહેશત સેવાઇ રહી છે. જેથી આ રેતી ટ્રકોને નગરમાંથી પ્રવેશ બંધ કરી અન્ય જગ્યાએથી તંત્ર દ્વારા પસાર કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

error: Content is protected !!