Wednesday, 05/02/2025
Dark Mode

સંજેલીમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ તોલ માપની વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ 

સંજેલીમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ તોલ માપની વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ 

 કપિલ સાધુ @ સંજેલી 

સંજેલીમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ તોલ માપની ટીમ દ્વારા તપાસ :માસ્ક  સેનેટાઇઝ વજન કાંટા ઇલેક્ટ્રિક કાંટાની તપાસ હાથ ધરાઈ

સંજેલી તા.10

કોરોના વાયરસની મહામારીને કારણે ૨૧ દિવસની લોક ડાઉનની સ્થિતિ સર્જાય છે જિલ્લા ફ્રૂટ્સ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી જી સી તડવી તોલ માપ વિભાગની ટીમો દ્વારા સંજેલી ખાતે આવેલી દુકાનોમાં થતી મેડિકલ સ્ટોરોમાં સેનેટાઈઝર તેમજ માસ્કનો પૂરતો જથ્થો તેમજ વ્યાજબી ભાવે વેચાણ કરવામાં આવે છે કે કેમ ? તેની તપાસ હાથ ધરી હતી સાથે સાથે તોલમાપની ટીમ દ્વારા પણ વજન કાંટા અને ઇલેક્ટ્રિક કાંટાની તપાસ હાથ ધરી હતી.તેમજ ફરસાણની બંધ  દુકાનોના સંચાલકોને એક્સપાયરી થયેલો માલ નો જથ્થો હોય તો તેને નાશ કરી નાખવા માટેની પણ સૂચના આપી હતી.

error: Content is protected !!