Sunday, 08/09/2024
Dark Mode

સંજેલીમાં અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો જોવાતા ગુનો નોંધાયો :પોલીસે અંતિમવિધિમાં 15 લોકોની અટકાયત કરી

સંજેલીમાં અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો જોવાતા ગુનો નોંધાયો :પોલીસે અંતિમવિધિમાં 15 લોકોની અટકાયત કરી

નીલ ડોડીયાર  @ દાહોદ  

દાહોદ  તા.10

સંજેલીબજાર માં અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોવાતા ગુનો દાખલ

કોરોના વાઈરસને કારણે ભારત ભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ગુરુવારના રોજ એક મહિલાનું મૃત્યુ થતાં સંજેલી ખાતે અંતિમ સંસ્કારમાં ૫૦થી વધુ લોકો જોવાતા ગામના જાગૃત નાગરિકો દ્વારા વહીવતિ તંત્રને જાણ કરાતાં  ૧૫ જેટલા લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

જિલ્લા મથકેથી મળતી માહિતી મુજબ સંજેલી ઝાલોદ રોડ પર આવેલા તાલુકા કચેરી પાસે વાલ્મીકી સમાજમાં ગુરૂવારના રોજ એક મહિલાનું મૃત્યુ થતાં શોકની લાગણી ફેલાઇ હતી. પરંતુ અંતિમ સંસ્કારમાં ૫૦ થી વધુ લોકો જોવાયા હતા.કોરોનાને લઈને ગામના લોકોમાં ભય ફેલાયો હતો કેટલાય ગામના જાગૃત નાગરિકો દ્વારા વહીવટી તંત્રને જાણ કરતા સંજેલી પીએસઆઇ અને મામલતદારની ટીમ નાની સંજેલી ચોકડી પર દોડી આવ્યા હતા.અંતિમ સંસ્કારમાં વધુ લોકો હોવાનું જણાતાં પંદર જેટલા લોકોની ધરપકડ કરી. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ લોકોને આવા ટાઇમમાં વધુ ભેગું ન થવું તેમજ માસ્ક તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ કડવા તે માટેની સમજ આપી હતી.

error: Content is protected !!