ફતેપુરાના માધવામાં ૧૭ વર્ષીય સગીરાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવતા ચકચાર :પોલિસ તપાસમાં જોતરાઈ

Editor Dahod Live
2 Min Read

હિતેશ કલાલ @સુખસર 

ફતેપુરા તાલુકાના માધવા માં ૧૭ વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈ આયખું ટૂંકાવતા ચકચાર, અગમ્ય કારણોસર ઘરમાં લાકડાના પાટ ઉપર દોરડું બાંધી ગળે ફાંસો ખાતા મોત નીપજ્યું.

   સુખસર,તા.૭

 ફતેપુરા તાલુકામાં સમયાંતરે અગમ્ય કારણોસર માર મોતને વ્હાલુ કરવાના બનાવો બનતા રહે છે જેમાં વધુ એક બનાવ ગતરોજ બપોરના માતા પિતા ખેતીકામ માટે ગયેલ હતા તેવા સમયે મોકો જોઇ માધવા ગામ ની ૧૭ વર્ષીય કિશોરીએ કોઈ અગમ્ય કારણોસર ઘરમાં લાકડાના પાટ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.

     જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના માધવા ગામે રહેતા ટીટાભાઇ ધુળાભાઈ બારીયા નાઓ ખેતીવાડી દ્વારા ઘરનું ગુજરાન ચલાવે છે.તેઓને સંતાનમાં એક પુત્ર તથા બે પુત્રીઓ હતી. ગતરોજ બપોરના એક વાગ્યાના અરસામાં ટીટાભાઈ તથા તેમના પત્ની  ખેતરમાં મકાઈ કાપવા માટે ગયેલ હતા.તે દરમિયાન વીરસીંગભાઇ બારીયાના પુત્રે દોડોની બૂમાબૂમ કરતા ટીટાભાઈ સહીત આસપાસમાંથી લોકો દોડી આવી ઘરમાં જોતા બીજા નંબરની પુત્રી નામે આશાબેન  ઉ.વ.૧૭ મકાનના લાકડાના પાટ ઉપર દોરડું બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં નજરે પડતા  દોરડાને દાતરડા વડે કાપી તાત્કાલીક ખાનગી વાહનમાં ફતેપુરા દવાખાનામાં લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે આશાબેનને મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

     ઉપરોક્ત આ બાબતે મૃતક આશાબેનના પિતા ટીટા ભાઈ બારીયા એ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે આકસ્મિક મોત અન્વયે ગુનો દાખલ કરી લાશનું ફતેપુરા સરકારી દવાખાનામાં પી.એમ.બાદ લાશનો કબજો તેમનાં વાલીવારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Share This Article