ફતેપુરા પોલીસે બાઈક ચોરને બાતમીના આધારે ઝડપી પાડ્યો

Editor Dahod Live
1 Min Read

 વિનોદ પ્રજાપતિ @ ફતેપુરા 

છેલ્લા બે વર્ષથી બાઈક ચોરીનો ગુનો કર્યા બાદ નાસતો ફરતો આરોપી ઝડપીપાડતી ફતેપુરા પોલીસ

ફતેપુરા તા.06

નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ ડીઆઈજી એમ.એસ ભરાડા તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઈસરનાઓએ મિલકત વિરૂધ્ધના ગુનો અટકાવવા તેમજ નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી સુચના આપેલ તેમજ ઝાલોદ ડિવિઝનના બી વિ જાદવ તથા સરકાર પોલીસ ઇન્સ એસ વી એડના માર્ગદર્શન હેઠળ પો, સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનેગારોને શોધી કાઢવા તેમજ ગુનાઓ અટકાવવા સારુ પોલીસ સબ ઇન્સ સી બી બરંડા તેમજ પોલીસના માણસો પેટ્રોલિંગમાં નીકળેલા તેવામાં ખાનગી બાતમીદાર થી પો.સબ, ઇન્સ. સી બી બરંડા નાંઓને માહિતી મળેલ કે ફતેપુરા પોલીસ સ્ટેશનગુ. ર. ના. ૧૦/૨૦૧૮ IPC કલમ ૩૭૯,૫૧૧ મુજબના કામે છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી નામે જીગો ઉર્ફે કાંતિભાઈ ગૌતમભાઈ જાતે ડામોર રહે વટલી,તા ફતેપુરા,જી દાહોદ નાનો એના ઘેરે આવેલ છે જે બાતમીના આધારે તેના ઘરે જઈ તપાસ કરતા આવતા ફતેપુરા પોલીસ ને સફળતા મળેલ છે.

Share This Article