Thursday, 28/10/2021
Dark Mode

મહાત્માગાંધીની 150મી જન્મજયંતિ નિમિતે શહેર સહિત જિલ્લામાં વિવિધ કાર્યક્રમો થકી સિંગલ યુજ પ્લાસ્ટિકને જાકારો આપી સ્વચ્છ બનાવવા સંકલ્પ લીધા

મહાત્માગાંધીની 150મી જન્મજયંતિ નિમિતે શહેર સહિત જિલ્લામાં વિવિધ કાર્યક્રમો થકી સિંગલ યુજ પ્લાસ્ટિકને જાકારો આપી સ્વચ્છ બનાવવા સંકલ્પ લીધા

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી અન્વયે દાહોદ  શહેર સહિત જિલ્લામાં વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી, દાહોદ નગરમાં યોજાઇ સ્વચ્છતા રન મેરેથોન શહેરમાં  વિખરાયેલો પ્લાસ્ટીકનો કચરો વીણીને સિંગલ  યુજ પ્લાસ્ટિક ને જાકારો આપવા સંકલ્પ લઇ મહાનુભાવોએ આપ્યો સ્વચ્છતાનો સંદેશ, રેલવેતંત્ર દ્વારા રેલ પરિસરમાં સ્વછતા પખવાડિયા અંતર્ગત સાફસફાઈ કરી ઉપસ્થિત લોકોને સંકલ્પ લેવડાવ્યા, સંતરામપુરમાં એક હજાર નંગ  કાપડની થેલીઓ વિતરણ કરી નગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની શુભ શરૂઆત કરાઈ 

સંતરામપુર થી ઇલ્યાસ શેખ, સંજેલીથી કપિલ સાધુની સાથે દાહોદ લાઈવની રિપોર્ટ

દાહોદ ડેસ્ક તા.02

દાહોદ, બુધવાર : દાહોદ જિલ્લામાં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદ નગરમાં ફીટ ઇન્ડીયા પ્લોગીંગ રન મેરેથોન યોજાઇ હતી.દાહોદ નગરના સરદાર ચોક થી લઇને વિવિધ રાજમાર્ગો થઇને આ મેરેથોન ગાંધી ગાર્ડન પહોંચી હતી.ત્યારબાદ નગરમાં મેરેથોનના આરંભ પ્રસંગે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ નગરજનોને સંબોધતા જણાવ્યું હતું કે સ્વચ્છતા એ આપણી પ્રથમ પ્રાથમિકતા છે, આજના શુભ પ્રસંગે આપણે સૌએ આપણા નગરને, ગામને, જિલ્લાને સ્વચ્છ રાખવાનો શુભ સંકલ્પ લેવો જોઇએ અને સ્વચ્છતાના સૈનિક બની, સરહદ પર દૂશ્મનોને સૈનિકો દૂર હટાવે છે તેમ આપણે ગંદકીને દૂર હટાવી જોઇએ. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્લાસ્ટીક મુક્ત ભારતનું જે સ્વપ્ન જોયું છે તેને સાકાર કરવું જોઇએ એ જ પૂજય બાપૂને આપણી સાચી અંજલી હશે.આ પ્રસંગે ફીટ ઇન્ડીયા પ્લોગીંગ રન મેરેથોનને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી યોગેશભાઇ પારગી, નગરપાલિકાના પ્રમુખ શ્રી અભિષેક મેડા અને અન્ય મહાનુભાવોએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. નગરના વિવિધ રાજમાર્ગો પરથી પ્રસાર થઇને આ મેરેથોન ગાંધી ગાર્ડન પહોંચી હતી. મેરથોનમાં સામેલ મહાનુભાવો અને નગરજનો દ્વારા માર્ગમાં આવતો કચરો ખાસ કરીને પ્લાસ્ટીકના કચરાને એકત્ર કરવામાં આવ્યો હતો. કલેક્ટર શ્રી વિજય ખરાડી દ્વારા રસ્તામાં ગંદકી ફેલાવતા દુકાનોવાળાઓને નોટીસ પણ ફટકારવામાં આવી હતી.આ મેરેથોનનું સમાપન ગાંધી ગાર્ડન ખાતે કરવામાં આવ્યું હતું. જયાં મહાનુભાવો દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને શ્રધ્ધા સૂમન અર્પિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો અને નગરજનોએ સ્વચ્છતાના શપથ પણ લીધા હતા.આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી તેજશ પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી સી.બી.બલાત ઉપરાંત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ-કર્મચારીઓ, નગરપાલિકાના ચિફ ઓફિસર શ્રી, નગરસેવકો, વિધાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહયા હતા.જોકે રેલ પરિસરમાં સ્ટેશન માસ્ટર, વાણીંજય નિરીક્ષક તેમજ રતલામ મંડળના ઉચ્ચ અધિકારી ની ઉપસ્થિતિમાં ગાંધી જયંતિ નિમિતે સાફ સફાઈ કરી સ્વચ્છતાના સંકલ્પ લેવડાવ્યા હતા.

સંતરામપુર નગરમાં મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ નિમિતે સેંટ મેરી સ્કૂલ તેમજ સૌના સહયોગથી એક હજાર કાપડની થેલીઓ વિતરણ કરી નગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ની શરૂઆત કરાવી હતી 

સંતરામપુર નગરમાં ગાંધીજયંતી નિમિત્તે સેન્ટ મેરી સ્કૂલ ના આચાર્ય સૌના સહયોગથી એક હજાર નંગ કાપડ ની થેલીઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું આજરોજ સંતરામપુર નગરમાં 150 ગાંધી જયંતિ નિમિત્તે સેન્ટ મેરી સ્કૂલ ના વિદ્યાર્થીઓ રેલી યોજી બજારમાં સ્વચ્છ અભિયાન અને પ્લાસ્ટિક બંધ કરો તેના ભાગરૂપે નાટક બનાવવામાં આવેલું હતું નાટક ભજવીને જાહેર બજારમાં લોકોને પ્લાસ્ટિક વિશે નુકસાન થતું પર્યાવરણને નુકસાન થતું પ્લાસ્ટિક બંધ કરો તેમા વાતમાં નાટક ભજવીને નાના વિદ્યાર્થીઓએ જનજાગૃતિ નો ભવ્ય કાર્યક્રમ કર્યો હતો અને સ્કૂલના આચાર્ય તરફથી એન્ટોનીએ પોતાના ખર્ચે કાપડની એક હજાર નંગ બેગ બનાવીને વિતરણ કરવામાં આવેલું હતું અને સ્કૂલના બાળકોએ જાહેરમાં આ પછી સંતરામપુર નગરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ અને બજારમાં ખરીદી માટે ઘરેથી કાપડની થેલી લઈને આવીશું તેવા પણ શપથ લેવાયા હતા આ કાર્યક્રમમાં પ્રથમવાર જન જાગૃતિ નો પ્લાસ્ટિક બંધ કરો કે છે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો પ્લાસ્ટિક બાળવાથી તેને નુકસાન પણ થાય છે અને નાશ પણ થતો નથી પ્લાસ્ટિક સૌથી મોટો હાનિકારક છે તેને બંધ કરો અને કાયમી ધોરણે બંધ કરવા હાકલ કરી હતી. 

  ઝાલોદ તાલુકામાં પણ ગાંધી જયંતિ નિમિતે સ્વછતા અભિયાન ચલાવી  પ્લાસ્ટિક થી થતા નુકસાન અંગે જાણકારી આપી પ્લાસ્ટિક ને નગરમાંથી નાબૂદ કરવા માટે લોકોને અપીલ કરી હતી

ઝાલોદના વરોડ પ્રાથમિક શાળામાં ગાંધીજીની 150મી જન્મ જયંતી તથા લાલબહાદુર શાસ્ત્રી જી 115મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી.સૌ પ્રથમ સફાઈ કરવામાં આવી.ત્યારબાદ મહાત્મા ગાંધીબાપુ તથા આપણા પૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રી ના ફોટાને સરપંચશ્રી જશુભાઈ દ્વારા પુષ્પ હાર અર્પણ કરવામાં આવ્યા.વૈષ્ણવ જન તો તેને કહીએ ..પ્રાર્થના કરવામાં આવી. ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત શુભ દિન આયો ….રજૂ કરવામાં આવ્યું.વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજી વિશે તથા સ્વછતા વિશે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા.ગાંધીજી ના જીવન પ્રસંગો વિશે વિદ્યાર્થીકાળ સમયનું ચોરી ના કરવી, હેરકટિંગ સમય ના અપમાન સમયનું તથા સ્વછતા વિષયક નાટક રજૂ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ અલ્કેશ વૈરાગી દ્વારા ગાંધીજી વિશે ,,પ્લાસ્ટિકથી થતાં નુકસાન અંગે , સ્વચ્છતા વિશે . તથા પ્લાસ્ટિક ના ઉપયોગ ના કરવા વાત કરી હતી.છેલ્લે સ્વચ્છતા તથા પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા ગ્રામજનો ,શિક્ષકોએ,વિદ્યાર્થી ઓ એ, શપથ લીધા હતા. શાળાના શિક્ષક અલ્કેશ વૈરાગી દ્વારા મહાત્મા ગાંધીજી ની પુષ્પ પાખડી દ્વારા પ્રતિકૃતિ બનાવેલ હતી તેં ગ્રામજનો,શિક્ષકો,વિદ્યાર્થીઓએ નિહાળી હતી.

error: Content is protected !!