જીગ્નેશ બારીયા દાહોદ /કપિલ સાધુ @સંજેલી
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે સર્જાયેલ સામૂહિક એક જ પરિવારના 6 સદસ્યોના હત્યાકાંડ પ્રકરણમાં ૪૮ કલાક જેટલા સમય વિત્યા બાદ પણ પોલીસ આ ગુનાનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ થયાની ચર્ચાઓએ હાલ દાહોદ જિલ્લાવાસીઓમાં ચર્ચાઓ નો વિષય બન્યો છે. પોલીસ દ્વારા આ ઘટનાનો ભેદ વહેલી તકે ઉકેલી તે આ ઘટના ઉપરથી પડદો ઉચકાય તેવી લાગણી અને માંગણી પ્રજામાં વહેતી થવા માંડી છે. મોરબી મુકામે રેલવે ટ્રેક નીચે કપાયેલ આજ પરિવારના વધુ એક સદસ્યની તરકડા મહુડી ગામમાં દફનવિધિ કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લો હાલ ક્રાઈમના મામલે ગુજરાતના અને જિલ્લાઓને પીછેહઠ કરી છે દિન – પ્રતિદિન કોઈક ને કોઈક પ્રકરણે દાહોદ જિલ્લામાં લૂંટ,ચોરી,મર્ડર, જેવી અનેક ઘટનાઓને બિન્દાસપણે ગુન્હેગારો અંજામ આપી ખુલ્લેઆમ ફરતા રહે છે અને આવા ગુનેગારોને પકડી પાડવામાં દાહોદ જિલ્લા પોલીસ મહદ અંશે નિષ્ફળ રહી હોય તેમ પ્રતીત થઈ રહી છે અને ઘણા નાના – મોટા બનાવોમાં તો પોલીસ નિષ્ફળ રહી હોય તેમ કહીએ તેમાં કોઈ અતિસંયુક્તી નહીં ગણાય. હાલમાં જ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે એક જ પરિવારના છ સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટનાએ સમગ્ર દાહોદ જિલ્લાવાસીઓને હચમચાવી મૂક્યા છે. આ પ્રકરણમાં કોણ ગુન્હેગાર? કોણ આરોપી? અને કોનું સડયંત્ર છે?તે તપાસનો વિષય છે પરંતુ ૪૮ કલાક જેટલો સમય વીત્યા પછી પણ અને અનુભવી ડોગ સ્કોડ, એફ એસ એલ ટીમ,ઉચ્ચ સ્તરીય પોલીસ ટીમ વિગેરે જેવી ટીમની મદદ બાદ પણ આ હત્યાકાંડનો હજુ સુધી ભેદ ન ઉકેલાતા અનેક તર્ક વિતર્કો એ જન્મ લીધો છે. આ દરમિયાન મોરબી મુકામેથી વધુ એક મૃતદેહને તરકડા મહુડી ગામે લાવી દફનવિધિ કરવામાં આવી છે.