Thursday, 07/11/2024
Dark Mode

દે.બારીઆમાં પોલીસની નાઈટ પેટ્રોલીંગ વચ્ચે એક જ રાતમાં ચાર બાઈકચોરીની ઘટનાને અંજામ આપી હાહાકાર મચાવતા તસ્કરો:નગરમાં વધી રહેલી ચોરીની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ

દે.બારીઆમાં પોલીસની નાઈટ પેટ્રોલીંગ વચ્ચે એક જ રાતમાં ચાર બાઈકચોરીની ઘટનાને અંજામ આપી હાહાકાર મચાવતા તસ્કરો:નગરમાં વધી રહેલી ચોરીની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ

 મઝહરઅલી મકરાણી @ દેવગઢ બારીઆ 

દેવગઢબારિયામાં વાહનચોરોના તરખાટ થી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા, પોલિસની નાઈટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી વાહનચોરોએ એક જ જગ્યાએથી ચાર બાઇકની ઉઠાંતરી કરી પોલિસની ઊંઘ હરામ કરી,બિન્દાસપણે પોતાનો કસબ અજમાવી ગણતરીની સેકંડોમાં વાહનચોરી કરી પોલિસને પડકાર ફેંકતા વાહનચોરો, અગાઉ થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ નીવડી છે ત્યારે દેવગઢ બારીયા નગરમાં એક જ રાતમાં ચાર બાઇકની ચોરી થતા નગરજનોમાં ફફડાટની સાથે ભયનો માહોલ, દિનપ્રતિદિન વધી રહેલી ચોરીની ઘટનાઓથી પોલીસની નબળી કામગીરી છતી થઇ,ચોરી થયેલી બાઈકની ફરિયાદ લખાવવા જતા પોલીસના ગલ્લાતલ્લા, બાઈક ચોરી અને ઘરફોડ ચોરીને રોકવામાં પોલીસ સદંતર નિષ્ફળ થતા નગરજનોમાં રોષની લાગણી.

દે.બારીઆ તા.01

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરના પોલીસ મથક પર જ્યારથી એક(૧) પી.આઈ અને બે(૨) પી.એસ.આઈની નિમણૂક કરવામાં આવી ત્યારથી જાણે નગર ઉપર ગ્રહણ લાગ્યું હોય તેમ ઘરફોડ અને બાઇક ચોરીના બનાવો એક પછી એક વધવા લાગ્યા છે. ત્યારે છેલ્લા બે માસમાં અનેક ઘરફોડ તેમજ બાઇકની ચોરી થઈ તે ચોરીના ભેદ ઉકેલાયા નથી અને ત્યારે ગતરાત્રીના સમડી સર્કલ નજીક આવેલ શુભમ કોમ્પલેક્ષ પાર્કિંગમાં મુકેલી એક સાથે ચાર બાઇકની ઉઠાંતરી કરી તસ્કરો પલાયન થયા હતા. જેમાં કોમ્પલેક્ષમાં રહેતા (૧) જોગેશભાઈ રાણારામ પવાર સવારના અરસામાં પોતાની પાર્કિંગ કરેલી બાઇક હોન્ડા સ્પેલેન્ડર જીજે.૨૦.એકે.૩૫૪૫ લેવા જતાં મળી આવેલ નહિ ત્યારે તેની આસપાસ તપાસ કરતા બાઇક ન દેખાતા બાઇક ચોરાઈ ગયેલ હોવાનું જણાય આવેલ અને તે સમયે તેજ કોમ્પલેક્ષમાં રહેતા (૨) ગણેશભાઈ છગનભાઈ દરજીની બજાજ પ્લેટિના નં જીજે.૨૦.એકે.૩૮૪૮, (૩) ક્રિશ્ચન કેરેન્શ સતિસની સી.બી.આર જી.જે.૧૫.બી.એન.૩૦૭૪ તેમજ (૪) આશુરામની એચ.એફ ડીલક્ષ જીજે.૦૫.એસજી.૫૭૭. આમ કુલ ચાર બાઈક ચોરાઈ ગઈ હોવાનું જણાવતા આ બનાવ સંદર્ભે જોગેશકુમાર સહિત અન્ય વાહન માલિકો દે.બારીઆ પોલીસ મથકે પહોંચી પોલીસને બનાવ અંગેની જાણ કરતાં સ્થાનિક પોલીસ મથક પી.આઈ દ્વારા તેઓની ચોરાઈ ગયેલ બાઈક તપાસ હાથ ધરી છે. તેમ જણાવી ફરિયાદ કરવા ગયેલ વાહન માલિકોને ત્યાં બેસાડી રાખ્યા હતા. અને ફરિયાદ લેવામાં પોલીસ જાણે ગલ્લા તલ્લા કરતી હોય તેમ ફરિયાદી જાણે આરોપી બની ગયા હોય તેમ પોલીસે મોડી સાંજે ચારેય ચોરાયેલી બાઈકોની ફરીયાદ નોધી તપાસ હાથ ધરી હતી. ત્યારે એક સાથે ચાર બાઇકની ઉઠાંતરી થતાં નગરજનોમાં ફફડાટ અને પોલીસના રાત્રી પેટ્રોલીંગ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.ત્યારે દે.બારીઆ પોલીસ જૂની ભૂલોમાંથી બોધપાઠ લઇ સિનિયર અધિકારીઓના માર્ગદર્શનમાં વાહનચોરોને ઝબ્બે કરવા નક્કર એક્શન પ્લાન બનાવી વધી રહેલી ગુનાખોરીને ડામવાના સંનિષ્ટ પ્રયાસ કરે તેવી લોકોની લાગણી તેમજ માંગણી છે.

error: Content is protected !!