Tuesday, 03/12/2024
Dark Mode

ફતેપુરામાં સ્વેચ્છિક લોકડાઉનનો થયો ફિયાસ્કો: બજારો રાબેતા મુજબ ધમધમતા રહ્યા

ફતેપુરામાં સ્વેચ્છિક લોકડાઉનનો થયો ફિયાસ્કો: બજારો રાબેતા મુજબ ધમધમતા રહ્યા

શબ્બીર સુનેલવાલ :- દાહોદ 

ફતેપુરા માં સ્વેચ્છિક લોકડાઉનનો થયેલ ફિયાસ્કો

ગ્રામ પંચાયત દ્વારા 10 દિવસ માટે બપોરના એક વાગ્યા પછી સ્વેચ્છિક લોકડાઉનનું એલાન આપ્યું હતું

ફતેપુરા તા.06

 ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગર સહિત તાલુકામાં દિનપ્રતિદિન કોરાણા સંક્રમણના ના કેસ વધતા જતા કોરોના સંક્રમણની ચેનને તોડવા માટે ગ્રામ પંચાયત ફતેપુરા કાલીયા વલુંડા અને કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના હિતમાં લોકડાઉન માટેનો એલાન કરવામાં આવ્યું હતું. સવારના 7:00 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ધંધા-રોજગાર વેપાર ચાલુ રાખી ત્યારબાદ લોક ડાઉનનું એલાન 10 દિવસ માટે કરવામાં આવેલ હતું. જેના આજે પ્રથમ દિવસે જ લોક ડાઉનલોડનો ફિયાસ્કો થયેલો હતો.વેપારીઓ દ્વારા દર રોજના રાબેતા મુજબ પોતાના વેપાર-ધંધા રોજગાર ચાલુ રાખેલ હતા આમ ફતેપુરા કાલીયા વલુંડા અને કરોડિયા પૂર્વ 3 ગામના વેપારીઓ પોતાના ધંધા રોજગાર વ્યાપાર રાબેતા મુજબ ચાલુ રાખેલ હતા

error: Content is protected !!