Thursday, 21/11/2024
Dark Mode

સંજેલીમાં રવિવારે વાણિજ્ય પ્રવૃતી બંધ હોવા છતાંય સૅનેટાઇઝ સહિતની કામગીરી ન કરાતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ: સૅનેટાઇઝ માટે ગ્રાન્ટ ફાળવણી ન થતાં કામગીરી ન થતી હોવાના આક્ષેપો..

સંજેલીમાં રવિવારે વાણિજ્ય પ્રવૃતી બંધ હોવા છતાંય સૅનેટાઇઝ સહિતની કામગીરી ન કરાતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ: સૅનેટાઇઝ માટે ગ્રાન્ટ ફાળવણી ન થતાં કામગીરી ન થતી હોવાના આક્ષેપો..

નીલ ડોડીયાર :- દાહોદ 

સંજેલીમાં રવિવારના રોજ સેનિટાઈજેશન ન કરાતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ

આરોગ્ય વિભાગ દ્વારા ગ્રાન્ટ ન ફળવાતાં સેનેટાઇઝેશનની કામગીરી ન કરાતી હોવાના આક્ષેપો

કોરોના સંક્રમિત દર્દીના પરિવારો પોતાના રોજગાર ચાલુ રાખતા સંક્રમણ ફેલાવવાની આશંકાઓ

સ્થાનિક તંત્રની ઘોર બેદરકારીના કારણે સંજેલીમાં પોઝેટીવ કેસો વધી રહ્યાં છે.દિવસે દિવસે કોરોના કેસોમાં વધારો જવાબદાર કોણ?સળગતો સવાલ

સંજેલી તા.05

સંજેલી તાલુકામાં પાછલા એક અઠવાડિયાથી મહામારીની પરિસ્થિતિ દિવસેને દિવસે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે.તેમ છતાં સ્થાનિક પંચાયત દ્વારા પોઝિટિવ વિસ્તારમાં સેનિટાઈજેશનમાં ઉદાસીનતા સાથે સાથે રવિવારના રોજ બંધના આદેશને વેપારીએ પાલન કર્યું છે.છતાં પણ સેનિટાઈજેશન ન થતાં સંજેલી નગર રામ ભરોસે જોવા મળી રહ્યું છે. તંત્રને રજુઆત કરાતા સેનિટાઈજેશન ગ્રાન્ટ ન મળતી હોવાનો દાવો.કરાતા હોવાના આક્ષેપોના પગલે ચકચાર મચી જવા પામી છે.અને જો કંટેઇન્મેન્ટ ઝોન વિસ્તારમાં સૅનેટાઇઝીંગના અભાવે પંથકમાં કોરોના સંક્રમણ ક્યા જઈને અટકશે તેની કલ્પના કરવી મુશ્કેલ લાગી રહી છે.

સંજેલી નગર સહિત તાલુકામાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાએ ફરી માથું ઊંચકતાં સંક્રમણ પામેલા દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. પંથકમાં ૩૫ જેટલા પોઝેટીવ દર્દીઓ હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે.તેમજ નગરના પ્રાઈવેટ તબીબ સહિત કાપડના વેપારી અને દરજી પોઝેટીવ આવતા ખાનગી દવાખાના ઓમાં સારવાર મેળવી રહ્યાં છે.મોટા ભાગના પોઝિટિવ આવેલા પરિવારના સભ્યો પણ બિન્દાસ રીતે નગરમાં ફરતા જોવા મળી રહ્યા છે.અને પોતાનો ધંધો રોજગાર પણ શરૂ રાખ્યો છે ,તેમ છતાં પણ સ્થાનિક વહીવટીતંત્ર આ બાબતે કોઈ પણ જાતની તસ્દી લેતા નથી.ગામ બળે અને હનુમાન વેગળા તેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાયું છે. કોરોના સંક્રમણ પામેલા દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે.સાથે સાથે ગામમાં લગભગ દરેક વિસ્તારોમાં વાઇરલ ઇન્ફેકશન તાવ શરદી ખાંસી ઉધરસ તેમજ પેટના દુખાવાના બીમાર દર્દીઓને દવાખાનામાં ઉભરાતા રોગચાળાની માઝા મૂકી હોવાની સાથે ગળીએ ગળીએ માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે.સાથે કાળઝાળ ગરમીના પ્રકોપ સાથે સંક્રમિત દર્દીઓના આક પણ વધતા સાથે કોરોના કેસોમાં વધારો થતા નગરમાં ફફડાટ ફેલાઈ જવા પામી છે.નગરના વિવિધ વિસ્તારોમાં ૨૫ જેટલા પોઝેટીવ દર્દી છે.તેમ છતા સબ સલામતના દાવા કરતું પ્રશાસન પોઝેટિવ દર્દીના પરિવાર સામે એકશન લેવામાં કોરોના વાઇરસના વિસ્તાર તેમજ રવિવારના રોજ સેનિટાઈજેશન કરવાની કામગીરીને લઇ કામગીરીમાં પાંગળું પુરવાર થતું જોવા મળી રહ્યું છે.પંચાયત તંત્ર દ્વારા પોઝિટિવ વિસ્તારમાં સેનિટાઈઝેશનની કામગીરીમાં નિષ્ફળ નીવડી છ. ત્યારે આવી લાપરવાહી માં કારણે નગરજનો માં રોષ જોવા મળી રહ્યો છે .

 સંજેલી નગરમાં એક સપ્તાહમાં 10 દર્દીઓનો ઉમેરો: પંચાયત વિભાગ સૅનેટાઇઝ સહિતની કામગીરીમાં નબળું પુરવાર થયું :- સ્થાનિક ભાવનાબેન સાધુ 

 કોરોના વાયરસની બીજી લહેરમાં કોરોના સંક્રમણ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યું છે.સંજેલી નગરમાં છેલ્લા એક અઠવાડિયામાં લગભગ દસ જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. તેમજ કોરોના સંક્રમિત આવેલા દર્દીઓના આસપાસના વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતાંય આવી વિકટ પરિસ્થિતિમાં પંચાયત વિભાગ દ્વારા કોરોના સંક્રમિત વિસ્તારમાં સેનિટાઈજેશન કરવામાં આવ્યું નથી.

 રવિવારે સૅનેટાઇઝ સહિતની કામગીરી માટે વાણિજ્ય પ્રવૃત્તિઓ બંધ રાખવામાં આવી છતાંય સૅનેટાઇઝ કરવામાં ન આવ્યું :- અનિશભાઇ ડબ્બા સંજેલી સ્થાનિક આગેવાન..

બે દિવસ અગાઉ માત્ર તાલુકા સેવાસદન ખાતે સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું.રવીવારના રોજ સેનિટાઈઝેશનની કામગીરીને લઈને જિલ્લા કલેકટર દ્વારા વાણિજ્ય પ્રવૃત્તિ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.વેપારીઓએ આદેશનું પાલન કર્યું પણ તંત્ર દ્વારા કોઇ પાલન કરવામાં આવ્યું નથી સેનિટાઈજેશન કરવામાં આવ્યો નથી.

 વેરા વસુલાતમાંથી સેનેટાઈઝની પ્રવૃત્તિ કરવામાં આવે છે. તંત્ર દ્વારા સૅનેટાઇઝની કામગીરી માટે સમયસર ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી:- વિજયસિંહ રાઠોડ(સંજેલી, તલાટી કમ મંત્રી)

લોકડાઉનથી માંડીને આજ દિન સુધી અનેક વખત સેનિટાઈજેશન કર્યું છે. કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી.વેરા વસૂલાતમાંથી સેનિટાઈજેશન કરવામા આવે છે.વારંવાર મામલતદાર અને ટીડીઓને ગ્રાન્ટ બાબતે રજુઆત કરી તેમ છતાં પણ ગ્રાન્ટ આપવામાં આવતી નથી.પંચાયતની ગ્રાન્ટ ન ફળવાતાં અને વેરા વસુલાતની આવક ન હોવાથી સેનેટાઇઝ કરવામાં આવ્યું નથી.

error: Content is protected !!