ફતેપુરા કન્યા શાળાના આચાર્યને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શાળામાં હડકંપ
ફતેપુરા તા.31
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગર સહિત તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ માં અઠવાડિયામાં વધારો જોવા મળે છે તાલુકા કુમાર શાળામાં શિક્ષિકાને કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ હવે કન્યાશાળામાં ફરજ બજાવતા આચાર્યને કોરોના પોઝિટિવ કેસ આવતા શાળામાં હડકંપ મચી જવા પામી છે તેમજ શાળામાં સેનેટાઈઝર કરાવવામાં આવેલ છે શાળાના આચાર્યને કોરોના પોઝિટિવ આવતા શાળાના શિક્ષકો દ્વારા આચાર્યશ્રી જલ્દીથી સાજા અને તંદુરસ્ત થઈને પરત આવે તે માટે પ્રાર્થના કરેલ હતી.