ફતેપુરાના ઝેર મહાકાળી મંદિરના ડુંગર પર ચઢવા માટે 35 લાખના ખર્ચે બનનાર નવીન રસ્તાનું ખાતમુહુર્ત કરાયું….

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

  • ફતેપુરાના ઝેર મહાકાળી મંદિરના ડુંગરપર ચઢવા માટે નવિન 35 લાખના ખર્ચે બનનાર રસ્તા માટે ખાતમુહર્ત કરી કામગીરી શરુ કરાઈ…..
  • મહાકાળીધામનો પણ સંપૂર્ણ વિકાસ કરી ભકતો દર્શનની સાથે હરી ફરી શકે તેવુ સ્થળ બનાવાશે -જીલ્લા પંચાયત સભ્ય શાન્તાબેન મુકેશભાઇ (ટીના) પારગી….

ફતેપુરા તા.24

ફતેપુરા તાલુકાના ઝેર ગામે પોરાણીક ડુંગર પર માતાજીનુ મંદિર આવેલુ છે.આ વિસ્તારના લોકો દ્રારા મંદિરના વિકાસ માટે પ્રબળ માંગ ઉઠવા પામી હતી.સરકાર દ્રારા મંદિરના વિકાસ માટે 60 લાખ જેટલી માતબર રકમ મંજુર કરાઇ છે. જેમા મહાકાળી માતાજી મંદિર તરફ જવાના કપરા ચઢાણવાળા ડુંગરાઓ પર નવિન ડામર રોડનુ નિર્માણ થાય તે માટે સરકાર દ્રારા 35 લાખ રુપિયા મંજુર કરવામા આવ્યા છે.રુપિયા મંજુર કરાતા કામગીરી માટે મંજુરી અપાતા નવિન ચુટાયેલ સલરા જીલ્લા પંચાયતના સભ્ય શાન્તાબેન મુકેશભાઇ (ટીના)પારગી,ભારત સરકારના રેલ્વે મંત્રાલયના પશ્ચિમ રેલ્વેના સભ્ય રીતેષભાઇ,સરપંચ બિંદુબેન તેરસિગભાઇ પાંડોર,જીલ્લા આદિજાતી મંત્રી ચંતુરભાઇ પાંડોર,મિતેશભાઇ દરજી,રામજીભાઇ,દલાભાઇ,ભલાભાઇ સહિત અગ્રણીઓ દ્ર્રારા નવિન બનનાર ડામર રોડ પ્રોટેક્શન વોલ માટે ભુમિપૂજન કરી ખાતમુહુર્ત કરી શ્રીફળ વધેરી જેસીબી મશીન વડે કામગીરી શરુ કરાવાઇ હતી

Share This Article