સંજેલી તાલુકા પ્રમુખ ઉપપ્રમુખે વિધિવત રીતે ચાર્જ કાર્યભાર સંભાળ્યો
જીલ્લા પાર્ટી પ્રમુખની અધ્યક્ષતામાં કાર્યક્રમના શુભમુહુર્તે વિધિવત્ રીતે પ્રમુખે કાર્યભાર સંભાળ્યો હતો
સંજેલી તા.19
સંજેલી તાલુકા પંચાયત ની બેઠકોમાં બાર બેઠકો પર ભાજપને સ્પષ્ટ બહુમતી હોવા છતા પણ કોંગ્રેસ ઉમેદવારે પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી હતી જેને લઇને ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ ને બહુમતી મળતા પ્રમુખ તરીકે ભૂપેન્દ્ર સંગાડા વિજેતા જાહેર થયા હતા. જ્યારે ઉપપ્રમુખ તરીકે કમળાબેન બામણીયા બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતાં .ત્યારે આજ રોજ શુભ મુરતે પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત રીતે જિલ્લા પાર્ટી પ્રમુખ શંકરભાઇ અમલીયાર જલ્પાબેન અમલીયાર સંજેલી પાર્ટી પ્રમુખ જશુભાઇ બામણીયા સરપંચ પ્રફુલ રાઠોડ માજી જિલ્લા સભ્ય શરદભાઈ બામણીયા જગ્ગુ બાપુ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિતમા વિધિવત્ રીતે પ્રમુખ ઉપપ્રમુખ કે કાર્યભાર સંભાળ્યો હતો.