સિંગવડ તાલુકાના સિંગવડ ગામના નીચવાસમાં અંબે માતાના મંદિર આગળ અમુક ઘરનું ગંદુ પાણી ભેગું થતાં રોગચાળાનો ભય

Editor Dahod Live
2 Min Read

 કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તા.19

સિંગવડ તાલુકાના સિંગવડ ગામના નીચવાસમાં અંબે માતાના મંદિર આગળ અમુક ઘરનું ગંદુ પાણી ભેગું થતાં રોગચાળાનો ભય

સીંગવડ તાલુકાના સિંગવડ ગામના નીચવાસમાં બજાર અંબે માતાના મંદિર આગળ અમુક ઘરોનું ગંદુ પાણી બહાર નિકાલ કરતા બજારના રસ્તા ઉપર થઈને અંબે માતાના મંદિર આગળ ભેગુ થઈ જતાં ત્યાં રહેતા આજુબાજુના લોકોને રોગચાળો થવાનો ભય રહેતો હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે આ ગંદા પાણીનો કોઈ પણ આગળ નિકાલ નહીં થતા તે ત્યાં રસ્તાની વચ્ચે અને અંબે માતાના મંદિર આગળ ભેગુ થઈ જતા ત્યાં રહેતા આજુબાજુના લોકોને આ ગંદકી વેઠવાનો વારો આવે છે.જ્યારે સીંગવડ પંચાયત સરપંચ તથા તલાટી દ્વારા આ ગંદા પાણીનો બહાર નિકાલ કરતાં તમામ ઘરના લોકોને નોટિસ આપવા છતાં તે આ ગંદા પાણીનો બહાર નિકાલ કરે છે. ખરેખર આ ગંદા પાણીના નિકાલ માટે સરકારી અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને આ ગંદા પાણીનો બહાર નિકાલ કરવા માટે ગટર લાઈન બનાવવામાં આવે તો જે પાણી એકઠું થાય છે.તે પાણી ત્યાં ભરાય નહીં રહે અને તેનો બારોબાર નિકાલ થાય તેવું લાગે છે.તથા આ ગંદા પાણી નિકાલ બંધ થાય તેવી ત્યાં લોકોની માંગ છે. જ્યારે આગળ જૈન મંદિર આવેલું હોવા છતાં તેમના ધર્મગુરુ આવતા હોય છે. તો તેમને તે મંદિરમાં રહેવા નહીં મળતા તેમને લોકોના ઘરનો આશરો લેવો પડે છે.જ્યારે થોડા સમય પહેલા સીંગવડમાં રાત્રી સભા કલેકટરશ્રી અધ્યક્ષતામાં યોજાઇ હતી.તેમાં અંબે માતાના મંદિરથી મણીનગર સુધી 4 લાખ રૂપિયાના ખર્ચે ગટર લાઈન મંજૂર કરવામાં આવી હતી. તે આજ દિન સુધી બનવા પામી નથી. ખરેખર આ ગટરલાઇન બની જાય તો આ ગંદા પાણીનો નિકાલ બારોબાર થઈ જાય તેમ છે.માટે આના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ કરીને આનો નિકાલ કરવામાં આવે તેવી લોકમાંગ છે.

Share This Article