Friday, 19/04/2024
Dark Mode

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઈ.વી.એમ. મશીનમાં ગોટાળા થયાં હોવાના આશંકાને પગલે યોગ્ય તપાસ કરાવવા અંગે ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઈ.વી.એમ. મશીનમાં  ગોટાળા થયાં હોવાના આશંકાને પગલે યોગ્ય તપાસ કરાવવા અંગે ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

 

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઈ.વી.એમ. મશીનમાં થયેલ ગડબડીની તપાસ કરવા માટે ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું 

  •  ગુજરાત મા યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ ને જીતાડવામાં ઈ.વી.એમ. મશીનની ખૂબ જ મોટી ભૂમિકાઓ ભારતીય ટ્રાઇબલ પાર્ટી ફતેપુરા તાલુકો ના આક્ષેપો

  • ભવિષ્યમાં જલદ આંદોલન કરવા માટેની ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા હુંકાર

  • મળેલ આવેદનપત્ર ઉપલી કક્ષાએ પહોંચાડી આપવાની મામલતદારે આપેલ ખાતરી

ફતેપુરા તા.11

 ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ફતેપુરા તાલુકાના પ્રમુખ મહેશકુમાર પારગી ની અધ્યક્ષતામાં પાર્ટીના કાર્યકર્તાઓ અને તાલુકા જિલ્લા પંચાયતને ચૂંટણી લડેલા ઉમેદવારો દ્વારા મામલતદાર વી એન પરમાર ને આવેદન પત્ર રજૂ કર્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જ્યારથી દેશમાં ઈ.વી.એમ.મશીન થી ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવે છે ત્યારથી અનેક પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે છતાં પણ ચૂંટણી પંચ દ્વારા આ બાબતે કોઈપણ જાતની તપાસ કે કાર્યવાહી કરવામાં આવેલ નથી જેના કારણે જનાદેશ વિરુદ્ધ ના લોકો સત્તામાં આવી લોકો વિરુદ્ધના કાયદાઓ ઘડી બંધારણ સાથે છેડછાડ કરે છે આધુનિક ટેકનોલોજીના ડિજિટલ જમાનામાં ઈ વી એમ મશીન હેક કરવું એ કોઇ મોટી વાત નથી હાલના સમયમાં રાજ્ય માં મોંઘવારી ના પ્રશ્નો રોજગારી ના પ્રશ્નો કોરોના બાબતે સરકારની નિષ્ફળતા હોય રાજ્યના નોકરિયાત વર્ગ વેપારી વર્ગ ને મજૂર વર્ગ ખેડૂત વર્ગ શિક્ષિત બેરોજગારો નો સખત વિરોધ હોવા છતાં ભાજપ સરકાર એક તરફી પરિણામ લાવે આ ઈ.વી.એમ.નો જ કમાલ છે આપણા દેશમાં પણ વિપક્ષ પાર્ટીઓનો વિરોધ હોવા છતા પણ ઈ.વી.એમ.થી ચૂંટણી કરવી એ ચૂંટણીપંચ પર શંકા ઉપજાવે છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માં ભાજપ છે. આપણા દેશમાં પણ વિપક્ષ પાર્ટીઓનો વિરોધ હોવા છતા પણ ઈ.વી.એમ.થી ચૂંટણી કરવી એ ચૂંટણીપંચ પર શંકા ઉપજાવે છે . રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માં ભાજપને જીતાડવા મા પણ ઇ.વી.એમ. મશીનોની ખૂબ જ મોટી ભૂમિકા રહેલ છે . રાજ્યમાં થયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાયેલ ઈ.વી.એમ. મશીનો દરેક ઉપકરણોની એફ.એસ.એલ તપાસ કરવામાં આવે અને આવનારી ચૂંટણીઓ બેલેટ પેપરથી કરવામાં આવે એવી માંગણીઓ સાથેનું આવેદનપત્ર મહામહિમ રાજ્યપાલ શ્રી ગુજરાત રાજ્ય ને ઉદ્દેશીને લખેલું આવેદનપત્ર મામલતદારને રજુ કરેલ હતું અને જો માગણી સંતોષવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવાની ફરજ પડશે ને ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તપાસ માં હાઇકોર્ટના બે થી ત્રણ જજોની બેંચે ની નિમણૂક કરી ઇ.વી.એમ.ની સંપૂર્ણ તપાસ થાય તેવી પણ માગણી કરવામાં આવેલ છે

error: Content is protected !!