ફતેપુરા:સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ તાલુકા પ્રમુખે રાજીનામુ આપ્યું

Editor Dahod Live
1 Min Read

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

  • ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની હાર થતાં રાજીનામું આપી દીધું

  •  ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ને મોકલી આપવામાં આવ્યુ

   ફતેપુરા તા.04

ફતેપુરા તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની હાર થવાથી તાલુકા પંચાયતની 28 સીટોમાંથી ભારતી રાષ્ટ્રીય કોંગ્રેસ ને તાલુકા પંચાયતની ૩ સીટ ઉપર વિજય થયો હતો.જ્યારે ભારતીય જનતા પક્ષ ને 23 સીટો જ્યારે અપક્ષ ને ૨ સીટો પર વિજય થયો હતો.જ્યારે ફતેપુરા તાલુકા માં સમાવેશ 6 જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ભાજપનો વિજય થયેલ હતો.જેથી કોંગ્રેસની હાર થવાથી પોતાની નૈતિક જવાબદારી સમજી ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદભાઈ પરમારે પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધેલ હોવાનું જાણવા મળેલ છે.

Share This Article