ફતેપુરા મામલતદાર કચેરી ખાતે ચૂંટણી ઓબ્ઝર્વર તેમજ ચૂંટણી અધિકારીઓ વચ્ચે સમીક્ષા બેઠક યોજાઈ 

Editor Dahod Live
1 Min Read

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

  • ફતેપુરા મામલતદાર કચેરી ખાતે ચૂંટણી ઓબ્ઝર્વર તેમજ ચૂંટણી અધિકારીઓ વચ્ચે સમીક્ષા બેઠક યોજાઈ 

  • ફતેપુરા મામલતદાર કચેરીમાં ચૂંટણી ઓબ્ઝર્વર મેડમ નિનામાએ ચૂંટણી અધિકારીઓ સાથે મિટિંગ યોજી

  • ચૂંટણી લક્ષી કામગીરીની સમીક્ષા કરી સંતોષ વ્યક્ત કરી મહત્વના સૂચનો કર્યા 

ફતેપુરા તા.25

  ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ મામલતદાર કચેરીમાં ઓબ્ઝર્વર મેડમ પુષ્પાબેન નિનામાએ ચૂંટણી અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી.અને કરેલ કામગીરીની સમીક્ષા કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. અને જરૂરી સુચનો પણ કર્યા હતા.

ફતેપુરા તાલુકા પંચાયતની 28 સભ્યોની તેમજ ફતેપુરા તાલુકામાં સમાવેશ થયેલ જિલ્લા પંચાયતની 6 સભ્યનું મતદાન રવિવાર તારીખ 28 ના રોજ યોજાનાર હોય ચૂંટણીની કામગીરીને લઇને ચૂંટણી ઓબ્ઝર્વર મેડમ પુષ્પાબેન નીનામા એ મામલતદાર કચેરીમાં ચૂંટણી અધિકારી સાથે બેઠક યોજી હતી. અને ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા  નિરક્ષણ કર્યું હતું.અને અને થયેલ કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી પણ સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.જિલ્લા ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર આર.વી.ગામીત તાલુકા ચૂંટણી અધિકારી અને મામલતદાર પી. એન .પરમાર તાલુકા ચૂંટણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી પી .એસ. અમલીયાર તેમજ સુખસર પોલીસ સ્ટેશન ના અને ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ હાજર રહ્યા હતા.

Share This Article