Friday, 25/06/2021
Dark Mode

ફતેપુરા તાલુકાના આફવાના અસ્થિર મગજના આધેડને બચકરીયા ગામે વીજ કરંટ લાગતા મોત

ફતેપુરા તાલુકાના આફવાના અસ્થિર મગજના આધેડને બચકરીયા ગામે વીજ કરંટ લાગતા મોત

  બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના આફવાના અસ્થિર મગજના આધેડને બચકરીયા ગામે વીજ કરંટ લાગતા મોત:બહેનના ઘર નજીક આવેલ થ્રી ફેજ ઈલેક્ટ્રીક લાઈટના થાંભલા ઉપર ચડતાં કરંટ લાગવાથી નીચે પટકાતા સુખસર સરકારી દવાખાનામાં સારવાર દરમિયાન મોત નીપજ્યું.

( પ્રતિનિધિ ) સુખસર,તા.૨૨

ફતેપુરા તાલુકાના આફવા ગામે રહેતા અસ્થિર મગજના ૬૫ વર્ષીય આઘેડ અસ્થિર મગજના કારણે થ્રી ફેજ વીજ લાઈન ઉપર ચડી જતા વીજ કરંટ લાગવાથી જોશભેર જમીન ઉપર પટકાયેલા આઘેડને ઇજાઓ થતા તાત્કાલીક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન વીજ કરંટ લાગી પટકાતા થયેલ ઈજાઓના કારણે આઘેડનું મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના આફવા ગામના આફવા મુવાડી ફળિયા ખાતે રહેતા મનાભાઈ કચનાભાઈ વળવાઈ ઉંમર વર્ષ ૬૫ ખેતીવાડી દ્વારા ગુજરાન ચલાવતા હતા.જેઓ છેલ્લા દસેક વર્ષથી મગજની અસ્થિરતાથી પીડાતા હતા.અને જેઓ અવાર-નવાર ઘરેથી ક્યાંક નીકળી જતા હતા.અને પરત ઘરે આવતા હતા.તેવી જ રીતે આજરોજ સવારના ઘરેથી નીકળી ગયેલ.ત્યારબાદ બચકરીયા ગામે રહેતી તેમની પૌત્રી રેશમબેન રસિકભાઈ ડામોરના ઘર બાજુ ગયેલા જ્યાં માનાભાઈ વળવાઈ ઈલેક્ટ્રીક થ્રી ફેઝ જીવંત વીજલાઈનના થાંભલા ઉપર મગજની અસ્થિરતાના કારણે ચડી જતાં ડાબા હાથે કરંટ લાગતા થાંભલા ઉપરથી નીચે પટકાયા હતા. અને તેઓને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી.જેથી તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન માનાભાઈ વળવાઇનું મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત બનાવ સંબંધે મૃતક મનાભાઈ વળવાઈના પુત્ર રમણભાઈ વળવાઈએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આકસ્મિક મોત અન્વયે ગુનો દાખલ કરી લાશનું સરકારી દવાખાનામાં પી.એમ બાદ લાશનો કબજો તેમનાં વાલીવારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!