ગરબાડા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે મામલતદાર કચેરીમાં ધસારો જોવા મળ્યો હતો ગરબાડા તાલુકા પંચાયતની ચૂંટણી માટે ગરબાડા મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા
જેમાં કુલ ૧૨ જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા અને બાકી રહેલ ફોર્મ તારીખ ૧૩ ના રોજ ભરવા મા આવશે. ગરબાડા તાલુકા માં તાલુકા પંચાયતનો ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવા માટે ૧૦ વાગ્યાથી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતીજ્યારે તેના માટે ગરબાડા પોલીસ દ્વારા બંદોબસ્ત હેઠળ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા સરકારશ્રીના કોવીડ-૧૯ ના નિયમોને ધ્યાનમાં રાખીને સરકારથી ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.