Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે કડાણાની પાઈપલાઈનમાં એક અઠવાડિયાથી ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટની સાથે ખેતરમાં પાણી ભરાયા:ખેડૂતોના પાકને નુકશાન

દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે કડાણાની પાઈપલાઈનમાં એક અઠવાડિયાથી ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટની સાથે ખેતરમાં પાણી ભરાયા:ખેડૂતોના પાકને નુકશાન

 રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ

દાહોદ તા.૧૦

દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે કડાણાની પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા છેલ્લા સાતેક દિવસથી આ પાણીનો વેડફાટ થવાની સાથે સાથે આ પાણી આસપાસના ખેતરમાં ઘુસી જતાં પાકને નુકસાન થયું હોવાનું પણ સ્થાનીકોનું કહેવું છે ત્યારે હાલ સુધી આ લીકેજ થયેલ વાલ્વનું રિપેરીંગ કામગીરી તંત્ર દ્વારા હાલ સુધી કરવામાં નથી કરવામાં આવી રહી તેમ પણ સ્થાનીકો દ્વારા જાણવા મળી રહ્યું છે.

દાહોદ જિલ્લામાં કડાણા સિંચાઈ યોજનાનું ઉદ્‌ઘાટન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ બાદ એક પછી એક કડાણા પાણીની આ પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાવાની ઘટનાઓ પણ ભુતકાળમાં બનવા પામી છે ત્યારે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે ગારી ફળિયામાં આ કડાણાની પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતાં અને આ પાઈપ લાઈનના વાલ્વમાંથી છેલ્લા સાતેક દિવસથી દિવસ – રાત પાણી સતત વહેતુ રહ્યું છે અને લગભગ હજ્જારો લીટર પાણીનો વેડફાટ પણ થયો છે. સ્થાનીકો દ્વારા જણાવ્યાં અનુસાર, છેલ્લા સાતેક દિવસથી દિવસ – રાત આ પાણીની પાઈપ લાઈનના વાલ્વમાંથી સતત પાણી વહેવાથી પાણી ખુલ્લા ખેતરોમાં ફરી વળ્યાં છે. પાકનું પણ નુકસાન થઈ રહ્યું છે. વધુમાં જાણવા મળ્યા અનુસાર, આ પાણી ખેતરો સાથે સાથે ઘરોમાં તેમજ રોડ ઉપર પણ ફરી વળ્યાં છે અને જેને પગલે ઘરોમાં પાણી ભરાય જાય છે અને રસ્તાઓ ઉપર કિચડઘાણ પણ થઈ રહ્યો છે. સ્થાનીકો દ્વારા જણાવ્યા અનુસાર, કોઈ જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ હાલ સુધી આ લીકેજ થયેલ વાલ્વના રિપેરીંગ માટે ન તો જાેવા આવ્યાં છે અને ન તો કોઈ કર્મચારીઓને રિપેરીંગ માટે મોકલવામાં આવ્યાં છે ત્યારે હવે આ લીકેજ થતું પાણીની પાઈપના વાલ્વનું રિપેરીંગ ક્યારે કરવામાં આવશે ? તે જાેવાનું રહ્યું.

————————–

error: Content is protected !!