સિંગવડ:સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ:ત્રીજા દિવસે મામલતદાર ઓફિસમાં એક ફોર્મ ભરવામાં આવ્યો         

Editor Dahod Live
1 Min Read

 કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકામાં જિલ્લા તથા તાલુકા પંચાયત ચૂંટણી:ત્રીજા દિવસે મામલતદાર ઓફિસમાં એક ફોર્મ ભરવામાં આવ્યો

સીંગવડ તા.10

સિંગવડ તાલુકા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચુંટણીને ધ્યાનમાં લઈને 19 તારમી તાલુકા પંચાયતમાંથી એક ફોર્મ ભરવામાં આવ્યું જેમાં  આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના ઉમેદવાર હઠીલા વનરાજભાઈ રમસુ ભાઈ દ્વારા ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી હતી.જ્યારે જિલ્લા પંચાયતમાં કોઈ ફોર્મ ભરાઈ નહોતું.જિલ્લા પંચાયતમાંથી આજે વાલાગોટા સીટ માટે ચાર ફોર્મ નવા લેવામાં આવ્યા હતા.કુલ જીલ્લા પંચાયત માટે ૨૭ ફોર્મ લઇ જવામાં આવ્યા હતા. જ્યારે તાલુકા પંચાયતની 18 સીટ  માટે ૩૨ ફોર્મ ત્રીજા દિવસે ઉપાડ થયો હતો.એમ કુલ તાલુકાની સીટ માટે 154 ફોર્મનો ઉપાડ થયો હતો.આજ દિન સુધી હજુ કોઈ  ભાજપ  કોંગ્રેસ પાર્ટી તથા ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા એક પણ ફોર્મ ભરવામાં આવ્યા નથી તેઓ જાણવા મળ્યું હતું.

 

Contents
Share This Article