Thursday, 21/11/2024
Dark Mode

કોરોના સામે જંગ…સંજેલી પ્રાથમિક શાળામાં કોરોના વેકસિનેશન ના કાર્યક્રમમાં 99 આરોગ્ય કર્મીએ વેક્સીન મુકાવી

કોરોના સામે જંગ…સંજેલી પ્રાથમિક શાળામાં કોરોના વેકસિનેશન ના કાર્યક્રમમાં 99 આરોગ્ય કર્મીએ વેક્સીન મુકાવી

કપિલ સાધુ :- સંજેલી 

સંજેલી તાલુકામાં ૯૯ જેટલા આરોગ્ય કર્મીઓએ વેક્સિન રસી મુકાવી:સંજેલી તાલુકા મથકે આવેલી પ્રાથમિક શાળામાં કોરોના વેકસિનનો કાર્યક્રમ યોજાયો હતો.આજે ૯૯ જેટલા આરોગ્ય કર્મીએ કોરોના વેક્સિનનો લાભ લીધો હતો.

સંજેલી તા.23

ગત 16 મી જાન્યુઆરીથી દેશભરમાં વેક્સિનેશન કામગીરીનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો છે ત્યાર થીજ રસી આપવામાં આવી રહી છે.આજે શનિવારના રોજ સંજેલી ખાતે આવેલી પ્રાથમિક શાળામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો એમ એન આલમ સામુહિક આરોગ્ય કેન્દ્ર ના અધીક્ષક ડોકટર યુસી લોહરા ની અધ્યક્ષતામાં કોરોના રસી મુકવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આજે પ્રથમ દિવસે જ સંજેલી તાલુકામાં ખાનગી તબીબો સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો આશાવર્કરો મળી કુલ ૯૯જેટલા આરોગ્ય કર્મીઓ રસી મુકાવી હતી સાથે સાથે સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબિબ ડોકટર હસમુખ રાઠોડ ને પણ રસી મુકવામાં આવી હતી રસી મુકાવ્યા બાદ તમામને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવ્યાં હતાં તે સમય દરમ્યાન કોઈ પણ આડઅસર જોવા મળી ન હતી સાથે સાથે કોરોના રસીના કાર્યક્રમમાં સંજેલી ખાતે નવીન બનેલ લાયન્સ ક્લબ ઓફ સંજેલી પેલેસ દ્વારા ચા બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું..

error: Content is protected !!