જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદમાં ચાર જિલ્લાની પોલીસનું આગમન:700 ઉપરાંત પોલીસ જવાનો તૈનાત કરાયાં:મુખ્યમંત્રીના પુર્વ આગમન સાથે દાહોદ શહેરમાં પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લા પોલીસ સુસજ્જ
દાહોદ તા.૨૩
દાહોદ શહેરમાં રાજ્ય કક્ષાનો ૭૨મો પ્રજાસત્તાક પર્વ નિમિત્તેની વહીવટી તંત્ર સમેત પોલીસ તંત્ર દ્વારા પુર જાેશમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દાહોદ શહેરમાં હાલ ચાર થી વધુ જિલ્લાઓમાંથી પોલીસ બંદોબસ્ત રવાના કરવામાં આવ્યો છે જેમાં દાહોદ, વડોદરા, મહીસાગર, પંચમહાલ વિગેરે જિલ્લાઓમાંથી પોલીસ જવાનોને દાહોદ ખાતે ફરજ બજાવવાની કામગીરી સોંપવામાં આવી છે. અંદાજે ૭૫૦ થી વધું પોલીસ જવાનો હાલ દાહોદ ખાતે રોકાણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.ગુજરાત રાજ્યકક્ષાની ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉજવણીનો સુનેહરો અવરસ આ વખતે દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરને મળ્યો છે. આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીને ભાગરૂપે દાહોદ શહેરમાં આવેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે અને હવે તૈયારીઓને આખરી ઓપ પણ અપાઈ ચુક્યો છે ત્યારે વાત કરીએ પોલીસ બંદોબસ્તની તો દાહોદ શહેરમાં હાલ દાહોદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા જિલ્લામાંથી કુલ ૭૦૦ ઉપરાંત પોલીસ કર્મચારીઓ હાલ દાહોદ જિલ્લામાં રોકાણ કર્યું છે જેમાં પુરૂષો સાથે સાથે મહિલા પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ છે. આ ઉપરાંત ચેતક કમાન્ડ, મરીન પોલીસ, માઉન્ટેડ પોલીસ, ડોગ સ્કોર્ડ સહિત કુલ ૭૫૦ ઉપરાંત સુરક્ષા કર્મચારીઓએ હાલ દાહોદમાં રોકાણ કર્યું છે.