ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર મંત્રી તરીકે સતત ત્રીજી વાર રમેશભાઈ મછારની વરણી
ફતેપુરા તા.21
ફતેપુરા તાલુકાના કુંડલા ગામના રહેવાસી અને પાટડીયા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરી કરતાં રમેશભાઈ મછારની સતત ત્રીજી વાર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર મંત્રી તરીકે વરણી થતાં ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષકમાં આનંદની લાગણી છવાઈ ગયેલ છે.ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા અને હોદ્દેદારો નિમણૂકનો કાર્યક્રમ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ માં દ્વારકા ખાતે યોજાયેલ હતો.યોજાયેલ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાના પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ તેમજ રાજ્ય સંઘના પદનામિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ફતેપુરા તાલુકાના રમેશભાઈ મછારની સતત ત્રીજી વાર સિનિયર મંત્રી તરીકેની વરણી થતાં તેઓ સતત ત્રીજી વાર દાહોદ જિલ્લાના રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે તમામ જિલ્લા નું પ્રતિનિધિત્વ કરતા કુલ ૩૩ જેટલા હોદ્દેદારોનું નિમણૂક પત્ર આપી તેમની શપથવિધિ કરાઇ હતી