ફતેપુરા તાલુકાના છાલોર ગામે ધારાસભ્ય રમેશભાઈ કટારાએ વાસ્મો યોજના દ્વારા નલ સે જલ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો આ યોજનાનો લાભ ૩૦૦ જેટલા ઘરોને પોતાના ઘરના આંગણે નળથી પાણી મળતું થઈ ગયું હતું તે પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ કટારા દાહોદ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ શંકરભાઇ આમલીયાર ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના સીટના ઇન્ચાર્જ ભાવેશભાઇ પટેલ તેમજ ગામના સરપંચ હસ્તે શુભઆરંભ કરવામાં આવ્યો હતો આ યોજનાથી ૩૦૦ જેટલા ઘરોને આજથી નળથી પાણી મળતું થઇ જતાં ગ્રામજનોમાં આનંદ છવાઈ ગયો હતો.