દે.બારીયા તાલુકાના શીંગેડી ગામે નદી કિનારેથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર:હત્યાં કે આત્મહત્યાં,પોલિસ તપાસમાં જોતરાઈ

Editor Dahod Live
1 Min Read

નીલ ડોડીયાર :- દાહોદ 

દે.બારીયા તા.20

દેવગઢ બારિયા તાલુકાના શીંગેડી ગામના નદી કિનારે એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે આ વ્યક્તિએ આત્મહત્યા કરી છે કે પછી આ વ્યક્તિની હત્યાં કરી લાશને નદી કિનારે ફેંકી હોવાની આશંકા સ્થાનિકોએ જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

વધુ મળતી માહિતી પ્રમાણે આ યુવકની હાલ ઓળખ થઇ શકી નથી જોકે આ બાબતની જાણ સ્થાનિકો દ્વારા દે. બારીયા પોલીસને કરાતાં પોલિસે તાબદિવસતોડ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતકની લાશનો કબ્જો મેળવી પીએમ કરવા અર્થે દે. બારીયા સરકારી હોસ્પિટલમાં મોકલી આસપાસના લોકો જોડે પ્રાથમિક માહિતી એકત્ર કરી આ મરણજનાર અજાણ્યા યુવકના સગાવ્હાલાની શોધખોળમાં જોતરાઈ ગઈ હતી. જયારે હાલ મૃતકના પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જે બાદ જ આ યુવકે આત્મહત્યાં કરી છે કે કેમ? તે બાબતની સાચી હકીકત બહાર આવશે તેમ જોવાઈ રહ્યું છે.

Share This Article