જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના બલૈયા પાસે આવેલ બારિયાની હાથોડ સીમળી ફળિયા ખાતે આજરોજ બપોરના બે વાગ્યાના અરસામાં બારીયાની હાથોડ ગામના પતંગ રસિયાઓ ખેતરમાં જઈ પતંગ ચગાવી રહ્યા હતા.જ્યારે કેટલાક વડીલો ચગતાં પતંગને જોવા માટે આવેલ હતા.તે દરમિયાન પતંગની દોરી બાજુમાં આવેલું વૃક્ષ ઉપર બેઠેલા મધપૂડાને અડી જતા મધપૂડામાંથી મધ મધમાખીઓ ઉડી પતંગ રસિયાઓ ઉપર તૂટી પડી હતી.અને ડંખ મારી આઠ જેટલા લોકોને ઘાયલ કર્યા હતા.તેમાં નારસિંગભાઈ મોતીભાઈ ગરાસીયા ઉંમર વર્ષ.૪૦, પ્રિન્સકુમાર ગોવિંદભાઈ ગરાસીયા ઉંમર વર્ષ ૮,સુમિત કુમાર નારસિંગભાઈ ગરાસીયા ઉંમર વર્ષ ૧૫, પરેશકુમાર મોતીભાઈ ગરાસીયા ઉંમર વર્ષ ૩૫,ચિન્ટુકુમાર નરેશભાઈ ગરાસીયા ઉંમર વર્ષ ૪, શાંતાબેન ધુળાભાઈ ગરાસીયા ઉંમર વર્ષ ૬૦, ધૈર્યકુમાર વિપુલભાઈ બારીયા ઉંમર વર્ષ ૫, તથા પ્રભુદાસ સોમાભાઈ બારીયા ઉંમર વર્ષ ૫૧ તમામ
રહેવાસી બારીયાની હાથોડનાઓને મધમાખીઓએ દંસ મારતા ઘાયલ થયા હતા.જેઓને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા બલૈયા સીએચસી ખાતે લાવવામાં આવ્યા હતા. પરંતુ દવાખાનાનો સ્ટાફ હાજર નહીં મળી આવતા ઇજાગ્રસ્તોના સંબંધીઓ દ્વારા મુખી બોલાચાલી પણ થઇ હોવાનું જાણવા મળે છે. પરંતુ
અહીંયાના તબીબ આવી પહોંચતા મામલો થાળે પડ્યો હતો. બલૈયા સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ નારસિંગભાઈ ગરાસીયા,પ્રિન્સ કુમાર ગરાસીયા,સુમિત કુમાર ગરાસીયા,ચિન્ટુ કુમાર ગરાસીયા તથા ધૈર્ય કુમાર બારીયાને વધુ સારવાર માટે સંતરામપુર દવાખાનામાં રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.