નીલ ડોડીયાર :- દાહોદ
દાહોદ તા.૦૬
શૈક્ષણિક જગત માટે, શિક્ષકો માટે, અનુદાનિત સરકારી શાળાના કર્મચારીઓ માટે, ફાજલ સામે રક્ષણનો ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાના આ નિર્ણયથી દાહોદ જિલ્લા શિક્ષણ આલમમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. સાથે સાથે આ નિર્ણયને સૌ કોઈએ વધાવી પણ લીધો હતો.
ગુજરાત રાજ્યના ૭૦ હજાર કરતાં પણ વધારે શિક્ષકો અને કર્મચારીઓને આનો લાભ મળશે. નવી નવી નોકરી હોય, શાળાઓ બંધ થાય વર્ગ બંધ થાય તે સમયે નોકરી ગુમાવવાના કારણે ઘણા બંધા કર્મચારીઓ ગરીબીમાં ધકેલાઈ જતાં હતા અને પોતાનું જીવન નિર્વાહ કરવું પણ મુશ્કેલ બનતું હતું. આવા શિક્ષકો તેમજ કર્મચારીઓ ભયના ઓથા હેઠળ પણ જીવતાં હતાં. આ સંવેદનશીલ નિર્ણયના કારણે હવેથી કોઈને નોકરી ગુમાવવાનો વારો નહીં આવે, વર્ગ બંધ થાય, શાળા બંધ થાય તો નજીકની શાળામાં કર્મચારીઓને હવેથી ફાજલનું રક્ષણ મળવાપાત્ર રહેશે અને તેઓનો સમાવેશ કરવામાં આવશે. શિક્ષકો, કર્મચારીઓ ખુબજ સારી રીતે શૈક્ષણિક કાર્ય કરી શકશે. આવા ઐતિહાસિક નિર્ણય બદલ દાહોદ જિલ્લાના સૌ કોઈ કર્મચારીઓએ આ નિર્ણયને વધાવી લીધો હતો.
——————————————-