ફતેપુરાનું બેંક ઓફ બરોડાનું ATM છેલ્લા અઠવાડિયાથી બંધ,બેક ઓફ બરોડાના એ.ટી.એમ. કાર્ડ હોલ્ડરને એ.ટી.એમ.બંધ હોવાથી પડતી મુશ્કેલી
કંપની જોડે કોન્ટ્રાક્ટ પૂર્ણ થયેલ છે કોન્ટ્રાક્ટ રીન્યુ થયા પછી ATM શરૂ થઈ જશે મેનેજરશ્રી બેંક ઓફ બરોડા ફતેપુરા શાખા
ફતેપુરા તા.5
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ બેંક ઓફ બરોડાનું ATM છેલ્લા અઠવાડિયાથી બંધ હોવાના કારણે બેંક ઓફ બરોડાના એ.ટી.એમ. કાર્ડ હોલ્ડરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલ છે બેંક ઓફ બરોડા ATM બંધ હોવાથી એ.ટી.એમ. કાર્ડ હોલ્ડરને વીલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો છે.ગામડાઓમાંથી આવતા એ.ટી.એમ. કાર્ડ ફોલ્ડરો ફતેપુરા મુકામે એ.ટી.એમ.માંથી નાણા ઉપાડવા માટે આવતા હોય એ.ટી.એમ. બંધ જોવા મળતાં ફેરો ફોગટમાં જાય છે અને રૂપિયા વગર લેવડ દેવડ ખરીદી અટકી પડે છે જેથી એ.ટી.એમ. કાર્ડ હોલ્ડરો માં આકોશ જોવા મળે છે બેંક ઓફ બરોડાના મેનેજર શ્રી ના જણાવ્યા અનુસાર કંપની જોડે કોન્ટ્રાક્ટ પૂર્ણ થવાથી ATM બંધ છે ટૂંક સમયમાં રીન્યુ થવાથી શરૂ થઈ જશે
કોન્ટ્રાકટ પૂર્ણ થતાં એ.ટી.એમ બંધ છે. રીન્યુ થતાં ચાલુ થઇ જશે મેનેજર :- બેંક ઓફ બરોડા ફતેપુરા શાખા
કંપની જોડે તારીખ 31.12.2020 થી કોન્ટ્રાક્ટ પૂર્ણ થવાથી ATM બંધ છે અને રીન્યુઅલ કરવા માટેની કાર્યવાહી ચાલુ છે એ.ટી.એમ.ના નવા મશીનો મુકવામાં આવનાર છે કોન્ટ્રાક્ટ રીન્યુઅલ થવાથી ટૂંક સમયમાં એ. ટી. એમ ચાલુ થઈ જશે