દાહોદ:એલસીબી-પેરોલ ફર્લોની સંયુક્ત ટીમે નાઈટ કોમ્બિંગ દરમિયાન ધાડ, લૂંટ, મર્ડર જેવા 9 ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડી જેલભેગો કર્યો

Editor Dahod Live
2 Min Read

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૦૨

દાહોદ જિલ્લામાં એલ.સી.બી. અને પેરોલ ફ્લો સ્કોર્ડ દ્વારા કોમ્બીંગ નાઈટ દરમ્યાન દાહોદ જિલ્લામાંથી જિલ્લા બહારના ધાડ તેમજ મર્ડર સહિત કુલ ૦૯ ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો ખુંખાર આરોપીને ઝડપી પાડી પુછપરછ કરતાં તેને જિલ્લા બહાર અને જિલ્લામાં લુંટ, ધાડ તેમજ ઘરફડો ચોરીના કુલ ૦૭ ગુનાનો ભેદ કબુલ કરતાં અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરવામાં પોલીસને સફળતા મળી હતી.

એલ.સી.બી. પોલિસ ઈન્સ્પેક્ટર બી.ડી.શાહ, એલ.સી.બી.પો.સ.ઈ. પી.એમ.મકવાણા અને પેરોલ ફ્લો સ્કોર્ડ પો.સ.ઈ. આઈ.એ.સિસોદીયા તથા તેમની ટીમો દ્વારા ગતરોજ દાહોદ જિલ્લામાં કોમ્બીંગ હાથ ધર્યું હતું. ધાનપુર પોલિસ વિસ્તારમાં કોમ્બીંગમાં હતા તે સમયે બાતમી મળતાં લુંટ, ધાડ તેમજ મર્ડરના કુલ ૦૯ ગુનાઓમાં છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો ખુંખાર આરોપી સુભાષભાઈ પુનાભાઈ ઉર્ફે પુનીયા ભુરીયા (રહે. વાસીયાડુંગરી, કોટવાળ ફળિયું,તા.ધાનપુર,જિ.દાહોદ)ને તેના ઘરેથી ઝડપી પાડી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો અને તેની સઘન પુરછપરછ કરતાં તેણે કબુલ્યું હતું કે, દાહોદ,પંચમહાલ, વડોદરા ગ્રામ્ય વિગેરે જેવા જિલ્લામાં તેણે લુંટસ ધાડ તેમજ ચોરીના ગુન્હાઓને અંજામ આપ્યો હતો. પકડાયેલ આ આરોપી સાથે કુલ ૧૩ સાગરીતો સામેલ હતા જેઓ ભુતકાળમાં લુંટ,ધાડ તેમજ ઘરફોડ ચોરી તેમજ મર્ડર જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં જિલ્લામાં તેમજ આંતર જિલ્લાના ગુનાઓમાં પકડાઈ ચુકેલ છે જેઓ જામીન ઉપર મુક્ત થયા બાદ ફરીથી એકત્રિત થઈ આ ગુન્હાઓને અંજામ આપતાં હતાં. આ ગુન્હાઓમાં સામેલ આના અમુક સાગરીતો હાલ જેલમાં છે તે પણ જાણવા મળ્યું છે. આ પકડાયેલ આરોપી સુભાષે સને ૨૦૧૬ની સાલમાં ગાંધીનગર સેક્ટર – ૦૭માં તેના સાગરીતો સાથે એક ઘરમાં લુંટ કરવાના ઈરાદે ઘુસી જઈ એકલા રહેતા વૃધ્ધ દંપતિને બાનમાં લેતા દંપતિ સામનો કરવા જતાં તેનું મોઢું દબાવી મોતને ઘાટ પણ ઉતાર્યાનું જણાવ્યું હતું.

પકડાયેલ આ આરોપીના સાગરીતો દિવસ દરમ્યાન મજુરી કામના બહાને સ્થળ જગ્યાની રેકી કરી રાત્રીના સમયે ચોક્કસ જગ્યાએ બેગા મળી લાકડી જેવા મારક હથિયારોથી સજ્જ થઈ રેકી કરતાં હતા અને લુંટ,ધાડ,ચોરી જેવા ઘરફોડ ચોરીઓને અંજામ આપતાં હતા.

———————————-

Share This Article