ઉત્તરાયણ પર્વને લઇને તાલુકા વહીવટી તંત્ર દ્વારા ચાઈનીઝ દોરા અને તુક્કલ ને તપાસ હાથ ધરાયું
સંજેલી તા. 01
સંજેલી તાલુકા મથકે મામલતદાર પી.આઈ પટેલ અને પીએસઆઇ એમ એસ ક્લાસની ટીમ દ્વારા સંજેલી મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં ઉત્તરાયણ પર્વને લઈને દુકાનમાં ચાઈનીઝ દોરી અને તુક્કલોનું વેચાણ પર પ્રતિબંધ છે. પતંગો વેચાણ વાળી દુકાનો પર તપાસ હાથ ધરવામાં આવી હતી.વહીવટીતંત્ર દ્વારા માસ્ક સાથે સાથે હું ચાઇનિસ બનાવટનો વેચાતો પ્લાસ્ટિકના દોરો અવરજવર કરતા બાઈક ચાલકો તેમજ પતંગ રસિકો માટે ઘાતક નીવડતો હોવાને કારણે સરકાર દ્વારા તેની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ત્યારે કેટલાંક પતંગ ભંડારની દુકાનોવાળા ગેરકાયદેસર ચાઇનીસ દોરો લાવી વેચાણ કરવામાં આવી રહ્યું છે કે કેમ તેની ઓચિંતી જ સરપ્રાઈઝ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં દુકાનો માંથી તેવું કઈ મળી આવ્યું ના હતું.