તાલુકા પંચાયત સ્ટાફ મામલતદાર સ્ટાફ તલાટી કમ મંત્રી પોલીસ સ્ટાફ તથા આજુબાજુના ગામડાંના નાગરિકો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સોશ્યલ ડિસ્ટન્સ રાખી અને માસ્ક પહેરીને તથા સરકારશ્રીના નક્કી કર્યા મુજબ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી દીપ પ્રાગટ્ય સિંગવડ તાલુકા પૂર્વ પ્રમુખ સી.કે કિશોરી દ્વારા કરવામાં આવ્યું હતું.ત્યાર પછી તાલુકા વિકાસ અધિકારી દ્વારા મહાનુભાવો શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યાર પછી વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી ત્યાર પછી આવેલા મહાનુભાનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરીને ગુજરાત સરકાર દ્વારા કૃષિ ફિલ્મ ખેડૂતોને દેખાડવામાં આવ્યું હતું.ત્યાર પછી પૂર્વ પ્રમુખ દ્વારા સંબોધન કરીને સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈ જીને યાદ કરવામાં આવ્યા હતા તેમના કરેલા કાર્યોને પણ યાદ કરવામાં આવ્યા હતા ત્યાર પછી સરકાર શ્રી દ્વારા ચાલતી ખેડૂતો માટેની વિવિધ યોજનાની જાણકારી આપવામાં આવી હતી ત્યાર પછી રાજ્યકક્ષા એ માનનીય મુખ્યમંત્રીશ્રીના લાઈવ પ્રસારણ તથા ઈ-સેવા સેતુ ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું પછી માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા આખા દેશ ના ખેડૂતો ના ખાતામાં બટન દબાવીને આશરે 9 કરોડ ખેડૂતો ના બેંક એકાઉન્ટમાં સીધી સીધો આશરે રૂ 18000 હજાર કરોડની રકમ નાખવામાં આવી તથા કેન્દ્ર સરકારનો કિસાન સન્માન નિધિ યોજનાનો દિલ્હીથી પ્રસારણ કરવામાં આવ્યું ત્યાર પછી સાત પગલાં ખેડૂત કલ્યાણ અને ગરીબ કલ્યાણ મેળાના 35 લાભાર્થીઓને સ્ટેજ પરથી કીટ અને મજુરી પત્ર અંગેનો વિતરણ કરવામાં આવ્યું હતું જે લાભાર્થી આવેલા હતા તેમને ખેતીવાડી ને લગતા તથા શ્રેષ્ઠ પશુપાલન પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં સિંગવડ ગામના બારીયા ઉદેસિંહ પૂજાને પાક સંગ્રહ સ્ટ્રક્ચર તથા હરિજન મંગુબેન છગનભાઇને દરજી કામ ના સાધનો તથાગંગાબેન કરણ ભાઈ વણઝારા ને પશુપાલન પુરસ્કાર દ્વિતીય આપવામાં આવ્યો હતો આ પ્રોગ્રામ તાલુકા પંચાયત દ્વારા બહુ સારી રીતે ગોઠવવામાં આવ્યો હતો.તથા આ પ્રોગ્રામમાં દાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફ તથા પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો તથા પોગ્રામ સારી રીતે સંપન્ન થયો હતો.