Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ:છેલ્લા કેટલાય સમયથી ખોરંભે પડેલી “દાહોદ-ઇન્દોર રેલ પરિયોજના”નો કામ પુનઃશરૂ કરવા રેલ લાઓ મહાસમિતી” દ્વારા” રેલમંત્રી” સમક્ષ રજૂઆત કરાઈ

દાહોદ:છેલ્લા કેટલાય સમયથી ખોરંભે પડેલી “દાહોદ-ઇન્દોર રેલ પરિયોજના”નો કામ પુનઃશરૂ કરવા રેલ લાઓ મહાસમિતી” દ્વારા” રેલમંત્રી” સમક્ષ રજૂઆત કરાઈ

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૧૩

ઈન્દૌર – દાહોદ રેલ લાઈન પરિયોજનાની વર્ષાે પહેલા ઘોષણા કરવામાં આવી હતી અને બાદમાં તેનું કામકાજ પણ આરંભ કરી દેવામાં આવ્યું હતુ પરંતુ થોડાક જ વર્ષાેમાં આ રેલ પરિયોજનાનું કામ ખોરંભે પડતાં લોકોમાં નારાજગી પણ જાેવા મળી હતી અને આ મામલે રેલ લાઓ મહા સમિતિ દ્વારા શુક્રવારના રોજ ઉદ્યોગ મંત્રી રાજવર્ધનસિંહ અને રેલ મંંત્રી વિગેરે સાથે મુલાકાત કરવામાં આવી હતી અને મુલાકાત દરમ્યાન આ રેલ પરિયોજનાનું કામ આગળ ધપાવવા રજુઆત કરતાં આ પરિયોજનનાનું કામ આગળ ધપાવવા અને વહેલામાં વહેલી તકે પુરૂ કરવામાં આવશે તેવા આશ્વાશન સાથે આ રેલ પરિયોજનાનું કાર્ય શરૂ પણ કરી દેવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

રેલ લાઓ મહા સમિતિ દ્વારા શુક્રવારના રોજ દત્તીગાંવ ખાતે સક્રિટ હાઉસમાં ઉદ્યોગ મંત્રી રાજવર્ધનસિંહ અને બાદમાં મહા સમિતિ દ્વારા દિલ્હી જઈને રેલ મંત્રી વિગેરે સાથે મુલાકાત કરી હતી અને મુલાકાત દરમ્યાન રેલ પરિયોજનાનું કામ આગળ ધપાવવા રજુઆતો કરવામાં આવી હતી. આ રજુઆતોમાં મુખ્યત્વે દાહોદ, ધાર,ઝાબુઆની મહત્વકાંક્ષી ઈન્દૌર – દાહોદ રેલ લાઈન પરિયોજનાના ભવિષ્ય પર સંકટ ઘેરાતું હોવાનું પણ જણાવ્યું હતુ.  રેલ્વે ઠપ્પ પડી છે, પરિયોજનાનું કામ શરૂ તો નથી થઈ રહ્યું ઉલ્ટાનું  વિવિધ કાર્યાેના ટેન્કરો પણ રદ કરવામાં આવી રહ્યા છે. આ કામ ગુણાવદ થી ધારની વચ્ચેથી શરૂ થવાનું હતુ તેમાં રેલ લાઈન પાથરા પહેલા અર્થ વર્ક અને નવા પુલ, પુલિયાનું નિર્માણ કરવાનું હતુ. રેલ્વે દ્વારા અગાઉ જણાવવામાં આવ્યું હતુ કે,  દાહોદ પરિયોજનાનું કામ માત્ર હોલ્ડ કરવામાં આવ્યું છે પરંતુ આ પરિયોજનના ટેન્ડરો રદ્દ કરવામાં ના સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. આ તમામ પ્રશ્નો, રજુઆતો તેમજ મુંઝવણો ની ચર્ચા વિચારણા કરતાં ઉપસ્થિત મંત્રીઓ, અધિકારીઓ દ્વારા આ પરિયોજનાનું કાર્ય ઝડપી કરવામાં આવે તેવા આદેશો કરતાં ઈન્દૌર થી ટીહી સુધીની રેલ લાઈનનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે અને પુરૂ પણ થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે વધુમાં  ટીહી અને ગુણાવદ થઈ ધાર સુધી લાઈન લાઈન નાંખવાની બાકી છે, પીથમપુરમાં ત્રણ કિલોમીટર લાંબી સુરંગનું કામ પહેલા જ બંધ પડ્યું છે. તેનું કામકાજ પણ વહેલી તકે શરૂ કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે.

————————————

error: Content is protected !!