Thursday, 21/11/2024
Dark Mode

સિંગવડ તાલુકાના રણધીકપુર તથા ભાણપુર ગામે નવીન રસ્તાઓનો ખાતમુહૂર્ત કરાયો

સિંગવડ તાલુકાના રણધીકપુર તથા ભાણપુર ગામે નવીન રસ્તાઓનો ખાતમુહૂર્ત કરાયો

 કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકા ના રંધીકપુર તથા ભાણપુર ગામે રસ્તાઓ ખાતમુહૂર્ત કરાયો, સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે કરાયો ખાતમુહુર્ત, કાર્યક્રમમાં લોકો  શોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવાનું ભુલ્યા

સીંગવડ તા.14

સિંગવડ તાલુકા ના રણધીકપુર ગામે એરીગેશન થી લઈને ડુંગરભીત ઘાટા ફળિયા સુધીના રોડનું ખાતમુહૂર્ત દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર લીમખેડા ધારાસભ્ય શૈલેશ ભાભોર માજી ધારાસભ્ય,વિછીયા ભાઈ ભુરીયા સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખ સી.કે કિશોરી સિંગવડ તાલુકા પંચાયત સ્ટાફ લીમખેડા પી.ડબ્લ્યુ.ડી અધિકારીઓ તથા રંધીપુર સરપંચ તલાટી કમ મંત્રી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રણધીકપુર એરીગેશનથી ઘાટા ફળિયા સુધીના રોડનું ખાતમુરત રંધીકપુર ગ્રામજનો દ્વારા સાંસદ તથા ધારાસભ્ય માજી ધારાસભ્ય વગેરેનું ઢોલ નગારા તથા ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યાર પછી ગ્રામજનો દ્વારા આવેલા મહેમાનોને ફૂલમાળા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા નારિયેળ વધારીને રોડ બનાવવાની ખાતરી આપવામાં આવી હતી.તથા આ રોડ પીડબલ્યુડી દ્વારા સાત દિવસમાં ચાલુ થશે. તેવી ખાતરી આપવામાં આવી હતી.તથા ગ્રામ લોકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી.કે આના પહેલા પણ ખાલી આશ્વાસન આપીને આ રોડ બનાવવામાં આવ્યો નહોતો પરંતુ આ વખતે બની જાય અને આ રોડ પરથી અંદરના ફળિયાઓમા આવા જવાનું સહેલાઇથી થઈ જાય અને લોકોને લાંબુ ફરવાનું ઓછું થઈ જાય તથા આવા જવાનું સહેલું થઈ જાય તો રોડ જલ્દી બને તેવી સાંસદ તથા ધારાસભ્ય નેરજૂઆત કરવામાં આવી હતી તથા સાંસદ દ્વારા આ રોડની કામગીરી સાત દિવસમાં ચાલુ થશે તેવી ખાતરી આપવામાં આવી હતી તથા સિંગવડ તાલુકા માં આવા ઘણા રોડનું ખાતમૂર્હત કરવામાં આવ્યા હતા તે પણ ટૂંક સમયમાં બનશે એવી ખાતરી આપવામાં આવી હતી.

error: Content is protected !!