ગુન્હામાં સંડોવાયેલ પાંચ આરોપીને ઝડપી પાડ્યા હતા અને અને હજુ પણ ખુંખાર એવો દિલીપ દેવળ ફરાર હોવાથી મધ્યપ્રદેશ સરકાર સહિત મધ્યપ્રદેશની જનતામાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. આ ખુંખાર દિલીપ દેવળની જે કોઈને પણ માહિતી મળે અને તે માહિતી પોલીસને આપશે તો તેને રૂા.૩૦ હજારનું મધ્યપ્રદેશ સરકાર દ્વાર ઈનામ પણ જાહેર કરવામાં આવેલ છે. અત્રે વધુ જાણવા મળ્યા અનુસાર, આ દિલીપ દેવળ દ્વારા અત્યાર સુધી કુલ ૬ હત્યાઓને અંજામ આપી ચુક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના રતલામમાં આ ખુની ખેલના પગલે તપાસનો ધમધમાટ દાહોદ જિલ્લા પોલીસ સુધી પણ આવતાં દાહોદ જિલ્લા પોલીસ પણ આ દિલીપ દેવળને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે, મધ્યપ્રદેશના રતલમા ખાતે તારીખ ૨૫,૨૬.૧૧.૨૦૨૦ની રાત્રીના સમયે રતલામમાં રાજીવ નગરમાં રહેતા ગોવિંદભાઈ બગદીરામ સોલંકી, શારદાબાઈ તથા ગોવિંદભાઈની પુત્રી દિવ્યા પોતાના મકાનમાં રહેતા હતા. ગોવિંદભાઈ સલુનનો વ્યવસાય કરતાં હોય અને આ દિવસે મધ્યપ્રદેશમાં દેવ દિવાળી (દેવ ઉઠી અગીયાર) હોય અને ઘરમાં સાંજના સમયે શારદાબાઈ અને પુત્રી દિવ્યા એકલા હતા અને ગોવિંદભાઈ પોતાની સલુનની દુકાને હતા. આ દરમ્યાન સાંજના સમયે દિલીપ દેવળ, અનુરાગ ઉર્ફે બોબી પ્રવિણસિંહ પરમાર (રહે.રતલામ, મધ્યપ્રદેશ), ગોલુ ઉર્ફે ગૌરવ રાજેશ વિલવાળ (રહે.રતલામ, મધ્યપ્રદેશ) અને લાલા મનુ ભાભોલ ભીલ (રહે.જેસાવાડા,તા.ગરબાડા,જિ.દાહોદ) આ ચારેય જણાએ ઘરમાં લુંટને અંજામ આપવા માટે બંદુકો સાથે ગોવિંદભાઈના ઘરમાં ઘુસી ગયા હતા અને તે સમયે શારદાબાઈ ટીવી જાેતા હતા અને આજ સમયે દિલીપે બંદુકમાંથી ગોળી મારી શારદાબાઈને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને આ જાેઈ પુત્રી દિવ્યા બહાર આવતા તેને પણ સ્થળ પરજ ગોળી મારી દઈ હત્યા કરી દીધી હતી. ઘરમાંથી આ ચારેય આરોપીઓએ રોકડા રૂપીયા, જ્વેલરી વિગેરે લઈ ઘરમાંથી બહાર નીકળતાં હતા કે, તે સમયે ગોવિંદભાઈ દુકાનેથી ઘરે આવ્યા હતા અને ઘરની સીઢીયો ચઢતાં હતા. આ જાેઈ ઘરમાં સંતાઈ રહેલા ઉપરોક્ત આરોપીઓએ ગોવિંદભાઈને આવતો જાેઈ લેતાં અને જેવા ગોવિંદભાઈ ઘરમાં આવતાંની સાથે જ તેઓને પણ ગોળી મારી હત્યા કરી નાંખી હતી. આમ, આ ત્રણ હત્યાને અંજામ આપી આ તમામ આરોપીઓ દિવ્યાબેનની સ્કુટી લઈ ફરાર થઈ ગયા હતા. આ હત્યાકાંડના દિવસે દેવદિવાળી હોઈ ફટાકડા અને આતશબાજીનો અવાજ આવતો હોવાના કારણે આસપડોશમાં માલુમ ન પડે તેવા ઉદ્દેશ્ય સાથે પણ આ આરોપીઓએ આ દેવદિવાળીનો દિવસ નક્કી કર્યા જાણવા મળે છે.
આ સમગ્ર ઘટનાની જાણ રતલામ પોલીસને થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને જાેતા ત્રણેયના મૃતદેહનો લોહીથી લથબથ હાલતમાં ઘરમાં પડ્યા હતા. તાત્કાલિક પોલીસે રતલામમાં તમામ જગ્યાએ નાકાબંધી કરી દીધી હતી. હાઈવે, ચેકપોસ્ટ વિગેરેના સીસીટીવી કેમેરાની પણ તપાસ હાથ ધરતાં તેમાં જણાઈ આવ્યું હતુ કે, દિવ્યાબેનની સ્કુટી લઈ કેટલાક ઈસમો જાેવા મળ્યા હતા જ્યારે અને બીજા સીસીટીવી કેમેરામાં આ દિવ્યાબેનની સ્કુટી કોઈક સ્થળ પર લાવારીશ છોડી બીજા વાહન મારફતે આરોપીઓ કપડા બદલી ફરાર થઈ ગયા હોવાનું પણ પોલીસને માલુમ પડતાં પોલીસે તમામ સ્થળો પર નાકાબંધી કરી સઘન તપાસનો ધમધમાટ આજદિન સુધી આરંભ કરી દીધો હતો.