Tuesday, 01/07/2025
Dark Mode

ફતેપુરામાં સૌથી વાયોવૃદ્ધ 106 કંકુબેન પ્રજાપતિ દેવલોક પામ્યા

ફતેપુરામાં સૌથી વાયોવૃદ્ધ 106 કંકુબેન પ્રજાપતિ દેવલોક પામ્યા

  શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા ૧૦૬ વર્ષના વૃદ્ધ કંકુબેન પ્રજાપતિનું નિધન,1916 /17 માં જન્મેલા કંકુબેન જીવનમાં ઘણા ચડાવ-ઉતાર જોયા

ફતેપુરા તા.08

ફતેપુરા તાલુકામાં સૌથી વૃદ્ધ મહિલા નો આજ રોજ નિધન થયું હતું પ્રજાપતિ સમાજ તેમજ ફતેપુરા ગામમાં જ જન્મેલા કંકુબેન પ્રજાપતિ ના લગ્ન સમાજનાં રીતિ-રિવાજ મુજબ પોતાના જ ગામમાં થયા હતા 106 વર્ષના આયુષ્ય દરમિયાન અનેક સમસ્યાઓનો સામનો કર્યો હતો કંકુબેન વાલાભાઈ પ્રજાપતિએ પોતાની ત્રીજી પેઢી સાથે પોતાનો સમય વિતાવ્યો હતો 106 વર્ષની ઉંમર દરમિયાન છેલ્લા ૨૦ વર્ષથી ક્યારેય પણ એક પણ દવાની જરૂર પડી નથી તદુપરાંત તેમને જોવાની દ્રષ્ટિ તેમજ મોઢામાં પૂરેપૂરા દાત હતા તથા માથામાં નવેસરથી કાળા વાળ ઊગવાની શરૂઆત થતા આશ્ચર્ય સર્જાયું હતું અચાનક જ તેમની તબિયત લથડતા આજ રોજ નિધન થયું હતું તેમના નિધનથી પરિવારમાં માતમ છવાયો હતો.

error: Content is protected !!