દાહોદ શહેરના પંડ્યાફાર્મના ગ્રાઉન્ડ પાસે બેંકનો કલેક્શન એજેન્ટ લુંટાયો:ચાર અજાણ્યા લૂંટારુઓએ બેલ્ડ મારી જાનથી મારી નાખવાની ધાકધમકી આપી બે લાખ રૂપિયા ભરેલી બેકની લૂંટ ચલાવી ફરાર થયાં

Editor Dahod Live
1 Min Read

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૦૧

દાહોદ શહેરમાં પંડ્યા ફાર્મના ગ્રાઉન્ડ તરફથી પસાર થઈ રહેલ એક વ્યક્તિનો એકલતાનો લાભ લઈ ચાર અજાણ્યા લુંટારૂઓએ હાથે તેમજ શરીરે બ્લેડ મારી મારી નાંખવાની ધમકી આપી વ્યક્તિ પાસે રહેલ રોકડા રૂપીયા ૧,૯૬,૩૦૦ ભરેલ બેગ તેમજ બીજાે સમાન મળી કુલ રૂા.૧,૯૬,૪૦૦ની મુદ્દામાલની બેગની લુંટ કરી નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગત તા.૩૦મી નવેમ્બરના રોજ દાહોદ તાલુકાના રળીયાતી ગામે સાંસીવાડમાં રહેતો હેમંતકુમાર પ્રકાશબાઈ ભાના (સાંસી) દાહોદ શહેરના પંડ્યા ફાર્મ ગ્રાઉન્ડ પાસેથી સાંજના ૬ વાગ્યાના આસપાસ પસાર થઈ રહ્યા હતા અને તેઓની પાસે રોકડા રૂપીયા ૧,૯૬,૩૦૦, નવા ખાતા ધારકોની ૧૨ ચોપડી તેમજ કેલ્ક્યુલેટર મળી કુલ રૂા.૧,૯૬,૪૦૦ની બેગ હતી. આ દરમ્યાન અજાણ્યા ચાર જેટલા લુંટારૂઓ બે મોટરસાઈકલ પર સવાર થઈ આવ્યા હતા અને હેમંતકુમારને શરીરે બ્લેડ મારી, આંખમાં મરચું નાંખી, ગળું કાપી દેવાની ધમકી આપી હતી અને તેઓની પાસે રહેતી રોકડા રૂપીયા ભરેલ બેગની સનસનાટી ભરી લુંટ ચલાવી નાસી જતાં ઈજાગ્રસ્ત હેમંતકુમાર દ્વારા બુમાબુમ કરી મુકતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ લુંટને અંજામ આપી લુંટારૂઓ નાસી જવામાં સફળ રહ્યા હતા.
આ સંબંધે લુંટનો ભોગ બનેલ હેમંતકુમાર પ્રકાશભાઈ ભાના (સાંસી) દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી લુંટારૂઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Share This Article