Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા:કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના નવા કાયદાના વિરોધમાં દાહોદ જિલ્લા કિસાન સભાએ મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યો

ફતેપુરા:કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના નવા કાયદાના વિરોધમાં દાહોદ જિલ્લા કિસાન સભાએ મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યો

  શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરામાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના નવા કાયદાઓ વિરોધ કરતો આવેદનપત્ર મામલતદારને સુપરત કરવામાં આવ્યું,દાહોદ જિલ્લા કિસાન સભા દાહોદ જિલ્લા સમિતિ દ્વારા રાષ્ટ્રપતિને ઉદબોધન કરેલ આવેદનપત્ર મામલતદાર મારફત મોકલવામાં આવ્યો,મામલતદાર પી એન પરમાર આવેદનપત્ર સરકારશ્રીમાં મોકલી આપવાની ખાતરી આપી હતી

ફતેપુરા તા.01

ફતેપુરા:કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના નવા કાયદાના વિરોધમાં દાહોદ જિલ્લા કિસાન સભાએ મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યોફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર પી એન પરમાર ને ગુજરાત કિસાન સભા દાહોદ જિલ્લા સમિતિ દ્વારા ખેડૂતોના નવા કાયદાનો વિરોધ અંગેનું આવેદપત્ર ર આપવામાં આવેલ હતું ગુજરાત કિસાન સભા દાહોદ દાહોદ જીલ્લા સમિતિના પ્રમુખ અને તેની આગેવાનીમાં 10 થી 12 જેટલા ખેડૂતો કાર્યકર્તાઓ ઝંડા લઈને મામલતદાર કચેરીમાં આવીને મામલતદાર પી એન પરમાર ને આવેદનપત્ર આપેલ હતું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સંબંધી ત્રણ કાયદો બનાવવામાં આવ્યા છે તે કાયદ ઓ ખેડૂત વિરોધી હોય તેનો વિરોધ કરી તેમજ ખેડૂતો દ્વારા ઉત્પન્ન થતી 22 ખેતી જણસીઓ ને આવશ્યક ચીઝના દરજ્જા માંથી કાઢી નાખવામાં આવે છે તેથી સરકારનું નિયંત્રણ રહેશે નહીં કંપનીઓની નિયંત્રણ રહેશે જ્યારે ખેડૂતો સરકારની નીતિ સામે આંદોલન ચલાવી રહ્યા છે તો તેને રોકવા માટે જુલમ કરવામાં આવે છે ખેડૂતો દેશની રાજધાની દિલ્હીમાં સરકાર સુધી પોતા નો અવાજ પહોંચાડવા માટે દિલ્હી આવી રહેલા હતા ત્યારે તેને રોકવામાં આવ્યા હતા કડકડતી ઠંડીમાં વોટર કેન ન થી પાણીનો મારો ચલાવવામાં આવ્યો લાઠીચાર્જ કરવામાં આવ્યો ટીયર ગેસ ના સેલ છોડવામાં આવ્યા રસ્તાઓ ખોડીને ખાઈઓ કરવામાં આવી ખેડૂતોના આંદોલનને દબાવવા માટે સરકારશ્રી જે દમનકારી પગલા અપનાવે છે તેનો વિરોધ કરી વિવિધ મુદ્દાઓ સહિતનું આવેદનપત્ર મામલતદાર કચેરીમાં આવીને મામલતદાર શ્રી ને સુપ્રત કર્યું હતું

error: Content is protected !!