ફતેપુરા નગરમાં મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ પોલીસની ટીમ દ્વારા માસ્ક પહેર્યા વગર વેપાર કરતા વેપારીઓ તેમજ માસ્ક ફરતા લોકોને દંડ ફટકાર્યો

Editor Dahod Live
1 Min Read

 

Contents

  શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા નગરમાં મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ પોલીસની ટીમ દ્વારા માસ્ક પહેર્યા વગર વેપાર કરતા વેપારીઓ તેમજ બિન્દાસ્ત ફરતી જનતાને દંડ ફટકાર્યો,માસ્ક પહેર્યા વગર અને સોશ્યલ  ડિસ્ટન્સીન્ગ ના  જાળવતાં 8 ઇસમોને 8 હજારનો દંડ ફટકાર્યો

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આજરોજ મામલતદાર પી.એન.પરમાર તેમજ તાલુકા વિકાસ અધિકારી પી.એસ.આમલીયાર નાયબ મામલતદાર વિપુલ ભાઈ ભરવાડ નાયબ તાલુકા વિકાસ અધિકારી પટેલની દ્વારા પોલીસને સાથે રાખીને કોરોના સંક્રમણ બાબતે નગરની મુલાકાત લેવાઈ હતી તેમજ માસ્ક પહેર્યા વગર તેમજ સોશિયલ ડિસ્ટન્સ ના જળવાતું હોય તેવા ઇસમોને દંડ ફટકાર્યો હતો. મામલતદારની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને ફતેપુરા નગરની મુલાકાત લઈ કોરોના સંક્રમણ વધતું અટકાવવા ડ્રાઈવ આયોજન કર્યું હતું.જેમાં નગરમા માસ્ક પહેર્યા વગર અને સોશ્યલ ડિસ્ટન્સ રાખ્યા વગર વેપાર કરતા વેપારીઓ અને બિન્દાસ માસ પહેર્યા વગર ફરતાં ઈસમો ચેકિંગ દરમિયાન 8 જેટલા ઈસમો પાસેથી રૂપિયા 8,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.મામલતદારની ટીમ આવ્યા હોવાની વાત વાયુવેગે ફતેપુરા નગરમાં પ્રસરી જતા લોકો સચેત થઇ ને માસ્ક પહેરી લીધા હતા

Share This Article