સીંગવડ તાલુકાના સાકરીયા ગામના યુવકની શર્મનાક કરતુત:15 વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું:પોલિસ ફરિયાદ નોંધાઈ

Editor Dahod Live
1 Min Read
 જીગ્નેશ બારીયા,દાહોદ/કલ્પેશ શાહ :- સીંગવડ 

દાહોદ તા.૨૪

સીંગવડ તાલુકાના સાકરીયા ગામે એક ૧૫ વર્ષીય સગીરાને એક યુવકે સગીરાની મરજી વિરૂધ્ધ અવાર નવાર બળાત્કાર ગુજારતાં આ સંબંધે સગીરાએ રણધીકપુર પોલીસ મથકે યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે યુવકના ધરપકડાના ચક્રોગતિમાન કર્યા છે.

સીંગવડ તાલુકાના સાકરીયા ગામે રહેતો સંદીપભાઈ રમણભાઈ ઝાલૈયાએ સીંગવડ તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાને તારીખ ૮મી નવેમ્બર થી તારીખ ૨૨મી નવેમ્બરના સમયગાળા દરમ્યાન સગીરાની મરજી વિરૂધ્ધ તેણીની સાથે બળજબરીપુર્વક બળાત્કાર ગુજારી તેમજ શારિરીક છેડછાડ કરી હેરાન પરેશાન કરતાં આ અંગેની જાણ સગીરાએ પોતાના પરિવારને કરતાં પરિવારજનો એક ક્ષણે સ્તબ્ધ થઈ ગયા હતા અને સગીરાને લઈ રણધીકપુર પોલીસ મથકે પહોંચી ઉપરોક્ત યુવક વિરૂધ્ધ સગીરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

Contents
Share This Article