Thursday, 21/11/2024
Dark Mode

કોરોના સંક્રમણને નાથવા વહીવટીતંત્ર એક્શન મોડમાં:દાહોદ જિલ્લામાં માસ્ક તેમજ શોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર લોકો દંડાયા,વહીવટી તંત્રે જિલ્લામાંથી 68,500 ના દંડની વસુલાત કરી

કોરોના સંક્રમણને નાથવા વહીવટીતંત્ર એક્શન મોડમાં:દાહોદ જિલ્લામાં માસ્ક તેમજ શોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર લોકો દંડાયા,વહીવટી તંત્રે જિલ્લામાંથી 68,500 ના દંડની વસુલાત કરી

    જીગ્નેશ બારીયા, નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.૨૧

દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણના કેસો વધતાં એક્શનમાં આવેલ વહીવટી તંત્ર દ્વારા માસ્ક વગર ફરતાં અને દુકાનમાં સોશીયલ ડિસ્ટન્સ તેમજ સરકારની ગાઈડલાઈનનું પાલન થતું ન જાેવાતા દંડનીય કાર્યવાહી કરી દુકાનો સીલ કરી દેવાની તેમજ માસ્ક વરગ ફરતાં લોકો સામે લાલ આંખ કરી છેલ્લા બે દિવસમાં તંત્રએ કુલ રૂા.૬૮,૫૦૦ની દંડની રકમ વસુલ કરવામાં આવી છે.

દિવાળી અને નવા વર્ષની ઉજવણી દાહોદ જિલ્લાવાસીઓ માટે મોંઘી સાબીત થઈ હોવાનું જણાઈ આવ્યું છે. દિવાળી બાદ છેલ્લા કેટલાક દિવસોથી દાહોદ જિલ્લામાં કુદકે ને ભુસકે કોરોના પોઝીટીવ દર્દીઓના કેસમાં વધારો નોંધાયો છે. આ સંક્રમણના કેસની ચિંતા વ્યક્ત કરી દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને સોશીયલડ ડિસ્ટન્સનું પાલન કરવા તેમજ માસ્ક અને સેનેટરાઈઝરનો ફરજીયાત ઉપયોગ કરવા પણ અપીલ કરવામાં આવી રહી છે સાથે જ દાહોદ જિલ્લામાં વેપાર, ધંધા કરતાં વેપારીઓ તેમજ દુકાનદારોને પોતાની દુકાનમાં સરકારની ગાઈડલાઈનનું પાલન કરી રોજગાર ધંધો ચલાવવાનું પણ સુચનો કરવામાં આવી રહ્યા છે ત્યારે તારીખ ૧૯મી અને ૨૦મી નવેમ્બર એમ આ બે દિવસની અંદર દાહોદમાં માસ્ક વગર ફરતાં લોકો તેમજ ૪ દુકાનોને સીલ કરી કુલ રૂા.૬૮,૫૦૦ની દંડની વસુલાત કરવામાં આવી છે જેમાં દાહોદ જિલ્લામાં માસ્ક વગર ફરતાં કુલ ૬૯ લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો અને ચાર દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી.

———————————-

error: Content is protected !!