Thursday, 21/11/2024
Dark Mode

કોરોના સામે જંગ…. ફતેપુરામાં ભીડભાડવાળા વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરાયું: માસ્ક પહેર્યા વગર ધંધો રોજગાર કરતા વેપારીઓ દંડાયા

કોરોના સામે જંગ…. ફતેપુરામાં ભીડભાડવાળા વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરાયું: માસ્ક પહેર્યા વગર ધંધો રોજગાર કરતા વેપારીઓ દંડાયા
વિનોદ પ્રજાપતિ,શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા

ફતેપુરા નગરમાં માસ્ક વગર વેપાર કરતા વેપારીઓ દંડાયા,મામલતદાર પી.એસ.આઇ,ટીડીઓ, તેમજ આરોગ્યની ટીમ સાથે રાખી ચેકિંગ હાથ ધરાયુ,બાર હજાર રૂપિયા ઉપરાંત દંડ વસૂલાત કરાઈ

ફતેપુરા તા.06

હાલ દિવાળી સહિતના તહેવારોનો કાઉન્ટડાઉન  શરૂ થઇ જવા પામ્યો છે.ત્યારે લોકો કોરોનાથી ડર્યા વગર ભાન ભૂલી ને ફરતા હોવાનું જોવાઈ રહ્યું છે.ત્યારે કોરોનાથી સતત સાવચેતી અને જાગૃતિ લાવવા માટે આજરોજ ફતેપુરા નગરમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

કોરોના સામે જંગ.... ફતેપુરામાં ભીડભાડવાળા વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરાયું: માસ્ક પહેર્યા વગર ધંધો રોજગાર કરતા વેપારીઓ દંડાયાફતેપુરા નગરમાં આરોગ્ય વિભાગ સહીત વહીવટીતંત્ર દ્વારા કડકરીતે કાર્યવાહીના પરિણામસ્વરૂપ પંથકમાં છેલ્લા કેટલાય સમયથી કોરોનાના કેસ ઉપર અંકુશ આવ્યો છે. ત્યારે આજરોજ ફતેપુરા નગરમાં કોરોનાથી સાવચેતી રાખવા માટે ફતેપુરા નગરમાં મામલતદાર પી.એન.પરમાર,તાલુકા વિકાસ અધિકારી પી.એસ.આંમલીયાર,આરોગ્ય વિભાગ તેમજ પોલીસ સ્ટાફ સાથે રાખી ફતેપુરા નગરમાં અચાનક ચેકિંગ કરતા માસ્ક વગર વેપાર કરતા વેપારીઓ પાસે દંડ વસૂલવામાં આવ્યો હતો.

કોરોના સામે જંગ.... ફતેપુરામાં ભીડભાડવાળા વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરાયું: માસ્ક પહેર્યા વગર ધંધો રોજગાર કરતા વેપારીઓ દંડાયાઅચાનક તપાસ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.તો કેટલીક જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સ વગર તો કેટલીક જગ્યાએ માસ્ક વગર વેપાર કરતા વેપારીઓ જોવા મળ્યા હતા. તેવા વેપારીઓ પાસે સ્થળ પર દંડ વસૂલવામાં આવ્યો હતો.કેટલાક વેપારીઓએ ફટાફટ પોતાના મોઢા પર માસ્ક બાંધી દીધા હતા.તો કેટલીક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો હતો.ત્યારે સરકારી ગાઈડ લાઈનનો ભંગ કરનાર  વેપારીઓ પાસેથી દંડની વસુલાત કરવામાં આવી હતી. ફતેપુરા તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી કોરોના પર કાબુ મેળવેલ છે.ત્યારે ફરી કોરોનાથી કોઈ અસરગ્રસ્ત ન થાય તે માટે સરકારના નિયમોનો ચુસ્તપણે પાલન થાય તે માટે આજરોજ ઓચિંતી તપાસ કરવામાં આવી હતી.

error: Content is protected !!