ધાનપુર તાલુકાના ભિંડોલ ગામમાં પિતા પુત્ર પર રીછનો હુમલો:હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા બન્ને પિતા-પુત્રને વડોદરા ખસેડાયા

Editor Dahod Live
1 Min Read

 મઝહર અલી મકરાણી :- દે.બારીયા 

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ ભિંડોલ ગામમાં પિતા પુત્ર પર રીછનો હુમલો

દે.બારીઆ :- તા.10

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ કંજેટા રેન્જમાં ભિંડોળ ગામમાં રહેતા વિરેન્દ્રસિંહ મનુભાઈ પરમારના ૧૭ વર્ષીય પુત્ર તિરણ કુમાર વહેલી સવારે ૬ વાગ્યાના અરસામાં કુદરતી હાજત માટે ઘરની નજીકની કોતરમાં જતા સમયે

તેઓની સામે ત્યાં અચાનક રીછ આવી ચડતા યુવક પર એકાએક હુમલો કરી અને યુવકને પાડી દેતા પંજાના નખ વડે યુવકના હાથમાં બચકું ભરી, માથાના ભાગે, કમરના ભાગે,જમણા પગે ખભાના ભાગે ઈજાઓ પહોંચાડતા તેને તેના પિતા જોઈ જતા બુમાબુમ કરતા રીછ વિરેન્દ્રસિંહ પર હુમલો કર્યો હતો. અને વિરેન્દ્રસિંહને હાથ પર અને શરીરે ઈજાઓ પહોંચાડી રીંછ તેના બચ્ચાઓ સાથે થોડી વાર પછી નાસી ગયું હતું. ઘટનાની જાણ થતાં વનવિભાગના આરએફઓ સહિત સ્ટાફ દોડી આવ્યા હતા અને ૧૦૮ મારફતે પિતા પુત્રને દે.બારીયા આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Share This Article